મોરબી : એક શંકાસ્પદ દર્દી સહિત 69 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા

- text


રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ હળવદના કેદારીયા ગામના 46 વર્ષના પુરુષમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેના સેમ્પલ લેવાયા

મોરબી : મોરબી જિલ્લામાં આજે શુક્રવારે હળવદના એક શંકાસ્પદ દર્દી સહિત કુલ 69 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમનો રિપોર્ટ કાલે શનિવારે આવશે.

- text

શુક્રવારે લેકાયેલા કુલ 69 સેમ્પલમાં રાજકોટ ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ હળવદના કેદારીયા ગામના 46 વર્ષના પુરુષમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેના લેવાયેલા સેમ્પલનો સમાવેશ થાય છે. જ્યારે આ ઉપરાંત મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં 68 લોકોના સેમ્પલ લેવાયા છે. આ તમામ સેમ્પલનો રિપોર્ટ આવતીકાલે શનિવારે આવશે.

- text