અંતે માળીયા મામલતદાર કચેરીનું શહેરમાં જ સ્થળાંતર કરાવાનો નિર્ણય લેવાયો

- text


મામલતદાર કચેરીને તેની પાછળના સરકારી ક્વાર્ટરમાં કામચલાઉ રૂપે શિફ્ટ કરાશે : ધારાસભ્ય મેરજાની સ્પષ્ટતા

મોરબી : માળીયા મિયાણાની મામલતદાર કચેરી જર્જરિત થઈ ગઈ હોય આ કચેરીને તંત્રએ શહેરની બહાર સ્થળાંતર કરવાની હિલચાલ કરતા સ્થાનિકોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો અને આ મામલતદાર કચેરીને શહેરની અંદર જ અન્ય સરકારી બિલડીગોમાં શિફ્ટ કરવાની ઉગ્ર માંગ કરી હતી.તે સંદર્ભે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સ્પષ્ટતા કરી હતી કે ,મામલતદાર કચેરીને તેની પાછળના સરકારી ક્વાર્ટરમાં કામચલાઉ રૂપે શિફ્ટ કરવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હોવાનું તેમણે જણાવ્યું હતું.

- text

ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ,માળીયા મામલતદાર કચેરી જર્જરિત થઈ ગઈ હોય તે બેસવું પણ જોખમ કારક હોવાથી આ કચેરીના સમગ્ર સ્ટાફ અને અજરદારોની સલામતી માટે આ કચેરીને અન્યત્ર ખસેડી દેવા માટે મામલતદારે રજુઆત કરી હતી.પણ લોકોમાં ફેલાયેલી ગેરસમજના કારણે વિરોધ ઉભો થયો હતો.તેથી આ બાબતે સ્પષ્ટતા કરવી અનિવાર્ય છે.જેમાં વહીવટી તંત્રએ મામલતદાર કચેરીને શહેરની અંદર જ કામચલાઉ રૂપે શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે અને મામલતદાર કચેરીની પાછળ આવેલ સરકારી ક્વાર્ટરમાં જ આ કચેરીનું કામચલાઉ રીતે સ્થળાંતર કરી દેવામાં આવશે.એથી આ કચેરી માળીયા શહેરની અંદર જ રહેશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે ,માળીયા મિયાણામાં લોકોની સુવિધાઓ માટે તાલુકા સેવા સદનની તાત્કાલિક જરૂરિયાત છે.આ બાબતે તેમણે મહેસુલ વિભાગ ,માર્ગ અને મકાન વિભાગ અને ગુજરાત વિધાનસભામાં પણ રજુઆત કરી છે અને માળીયા મી તાલુકા સેવા સદનનું નિર્માણ તે માટે જવાબદાર તંત્ર અને સરકારમાં અવિરત પ્રયાસો કરી રહ્યાનું જણાવ્યું હતું.

- text