મોરબી સિરામિક એસો.એ 30 ટ્રેન મારફત 41 હજારથી વધુ શ્રમિકોને વતન પહોંચાડ્યા

મુસાફરી દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટે દરેક શ્રમિક માટે ફૂડ પેકેટ અને પાણીની પણ વ્યવસ્થા કરાઈ

મોરબી : મોરબી સિરામીક એશોસીએસન દ્વારા ૩૦ શ્રમિક ટ્રેનો દ્વારા ૪૧૫૭૯ લોકોને પોતાના વતન પહોચાડવામાં આવ્યા છે. દરેક વ્યકિતને રસ્તામા તકલીફના પડે તે માટે ફુડ પેકેટ અને મિનરલ પાણીની ૧ લીટરની બે બોટલો અને બાળકોને ફુડ પેકેટની સાથે બિસ્કીટના પેકેટ પણ આપવામાં આવ્યા હતા.

રેલ્વે સ્ટેશને જ્યારે જ્યારે ટ્રેન ઉપડતી ત્યારે કારીગરો આરામથી જઇ શકે તે માટે સતત ખડેપગે ઉભા રહી સિરામિક એસો.ના હોદેદારો ભારત માતાકી જયના નાદ ગુંજાવી જાણે પોતાના પરીવારને વિદાય આપતા હોય તેવા ભાવનાત્મક દ્રશ્યો જોવા મળ્યા હતા. અને કારીગરો પણ મોરબી પાછા આવવાની ભાવના વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

આ અંગે સિરામિક એસો.ના હોદ્દેદારો જણાવે છે કવ અમારા પરીવારના આ સદસ્યો તેમના વતન તેમના પરીવારને મળવા જતા હોય ત્યારે તેમને મદદ કરવાની ભાવનાથી અમને પણ અંતરાત્માથી આનંદની અનુભુતી થઇ છે.ખાસ કરીને અમારા કમીટી મેમ્બરો ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટીમ, વહિવટી તંત્ર , પત્રકારો , જયઅંબે ગ્રુપ અને અન્ય સામાજીક સંસ્થાઓ , મનસુખભાઇ દલસાણીયા, કપીલભાઇ રોટો , પોલીસતંત્ર, હેલ્થની ટીમ અને રેલ્વે તંત્ર દ્વારા પણ સહયોગ મળ્યો હતો.