મોરબીમાં કપાસની ખરીદી માટે હવે બે મોબાઈલ નંબરો ઉપર જ રજિસ્ટ્રેશન કરી શકાશે

- text


અત્યાર સુધીમાં 3900 ખેડૂતોની નોંધણી થઈ : રજિસ્ટ્રેશન ઘટતા ત્રણમાંથી એક મોબાઈલ નંબર બંધ કરાયો

મોરબી : મોરબી અને માળીયા વચ્ચે પીપળીયા ચોકડી પાસે સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે અને હાલ કપાસની ખરીદી માટે અગાઉ જાહેર કરેલા ત્રણ મોબાઈલ નંબરો ઉપર ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધી 3900 ખેડૂતોની નોંધણી કરવામાં આવી છે. ત્યારે હવે રજિસ્ટ્રેશન ઘટતા ત્રણમાંથી એક મોબાઈલ નંબર બંધ કરાયો છે અને હવે હવે બે મોબાઈલ નંબરો ઉપર જ રજિસ્ટ્રેશન કરી શકાશે.

- text

મોરબી નજીક આવેલ અને માળિયાના પીપળીયા ચાર રસ્તા પાસે રવિરાજ જીનીગ મીલમાં કપાસની ખરીદી માટે સીસીઆઈ કેન્દ્રને કાર્યરત કરવામાં આવ્યું છે. ખેડૂતોને હાલાકી ન પડે તે માટે આ કેન્દ્રને મંજૂરી આપવામાં આવી છે. હાલના તબક્કે ટેકાના ભાવે કપાસની ખરીદી કરવા માટે ખેડૂતોની રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ખેડૂતોએ રજિસ્ટ્રેશન માટે 98795 30240, 98252 22683 અને 90990 58890 ઉપર ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. જોકે ખેડૂતોને અગવડતા ન પડે તે માટે સવાર અને સાંજે રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં અત્યાર સુધી 3900 ખેડૂતોની નોંધણી કરવામાં આવી છે. ત્યારે હવે રજિસ્ટ્રેશન ઘટતા ત્રણમાંથી એક મોબાઈલ નંબર બંધ કરાયો છે. જેમાં 98795 30240 મોબાઈલ નંબર બંધ કરાયો છે. આથી, હવે 98252 22683 અને 90990 58890 એમ બે મોબાઈલ નંબરો ઉપર ખેડૂતો રજિસ્ટ્રેશન કરી શકશે. આ બે નંબર ઉપર જ કરાવેલું રજિસ્ટ્રેશન માન્ય રહેશે. જેની ખેડૂતોએ નોંધ લેવાની અપીલ કરવામાં આવી છે.

- text