મોરબીના રંગપર ગામ પાસે ત્રિપલ અકસ્માત : બેના ઘટના સ્થળે મોત

- text


પાણીના કેરબાના ફેરા કરતી બે બોલેરો સામસામી અથડાઈ, એક બોલેરોની નીચે બાઇક આવી જતા બન્ને બાઈકસવારે ઘટના સ્થળે જ દમ તોડ્યો

મોરબી : મોરબીના રંગપર ગામ પાસે આજે ત્રિપલ અકસ્માત નોંધાયો છે. જેમાં પાણીના કેરબાના ફેરા કરતા બે બોલેરો સામસામા અથડાયા હતા. જેમાંથી એક બોલેરોની નીચે આવી જતા બે બાઇકસવારોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

- text

મોરબીના રંગપર ગામ નજીક પાણીના કેરબાના ફેરા કરતા બે બોલેરો પિક અપ સામસામે આવી ગયા હતા. અને બન્ને વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. જેમાંથી એક બોલેરો પલટી મારી ખાડામાં ઘુસી ગઈ હતી. જ્યારે બીજી બોલેરો ત્યાથી પસાર થતા એક બાઇક ઉપર પડી હતી. આ બાઇકમાં મૂળ ઓરિસ્સાના બે શ્રમિકો જઈ રહ્યા હતા. આ બન્નેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ અંગે જાણ થતાં 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.

- text