મોરબીમાં પકડાયેલા શખ્સના વવાણીયા ગામે આવેલા ઘરમાંથી વધુ 204 બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

- text


 

મોરબી : મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાંથી એક શખ્સને એલસીબીએ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો.ત્યરે આ શખ્સે પોલીસની.પૂછપરછમાં આપેલી કબુલાતને આધારે માળીયા પોલીસે તેના વવાણીયા ગામે આવેલા જુના ઘરે રેડ કરીને ત્યાંથી 204 બોટલ ઈંગ્લીશ દારૂબો જથ્થો કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

આ બનાવની.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબીએ ગતરાત્રે બાતમીના આધારે મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં આવેલ વરિયાનગરમાં રહેતા સંદીપભાઈ બેચરભાઈ રાજગોરના ઘરે રેડ કરીને 198 ઈંગ્લીશ દારૂનો બોટલો સાથે તેને ઝડપી.લીધો હતો.બાદમાં પોલીસે આ શખ્સની વધુ દારૂનો જથ્થો.ક્યાં છુપાવ્યો તે અંગે પૂછપરછ કરતા તેણે માળીયા મિયાણા તાલુકાના વવાણીયા ગામે રાજગોર શેરીમાં આવેલ તેના બંધ હાલતમાં ખંઢેર જેવા મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની કબૂલાત આપી હતી.જેના આધારે માળીયા પીએસઆઇ જી.વી.વાણિયા તથા સ્ટાફના ચેતનભાઈ કડીવાર ,જયસુખભાઈ વસીયાણી,વિપુલભાઈ ફુલતરિયા ,મનસુખભાઇ મંઢ સહિતનાએ આરોપીના વવાણીયા ગામે આવેલા જુના ઘરે દોરડો પાડીને ત્યાંથી રૂ.81,600 ની કિંમતની 204 ઈંગ્લીશ દારૂની બોટલો.જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text