વાંકાનેર : હાલમાં ફીની વસુલાત કરતી ખાનગી શાળાઓ સામે ABVPની રજૂઆત

- text


વાંકાનેર : મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં અમુક ખાનગી શાળાઓ દ્વારા ઉઘરાવતી ફી અંગે આજે ABVP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ) દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.

- text

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે કોરોના વાયરસને કારણે ઉદ્ભવેલી કપરી પરિસ્થિતિમાં જયારે સમગ્ર દેશમાં લોકડાઉન છે. તેવા સંકટના સમયમાં પણ અમુક ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને અને વાલીઓને ફોન અને મેસેજ કરી ફી માંગવામાં આવે છે. તથા ઓનલાઇન ફી ભરવાનું કહેવામાં આવે છે. જે શિક્ષણજગત માટે શરમજનક વાત છે. તો આવી શાળાઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, તેવી ABVP વાંકાનેર દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે.

- text