વાંકાનેર APMCમાં CCI કેન્દ્ર ખાતે કપાસ વેંચવા માંગતા ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે

- text


વાંકાનેર : સીસીઆઈ કેન્દ્ર ખાતે કપાસ વેચવા કરવા માંગતા ખેડૂતો હવેથી વાંકાનેર એ.પી.એમ.સી. ખાતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકશે.

સીસીઆઈ કેન્દ્ર ખાતે કપાસની વેંચણી કરવા માંગતા ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીને ધ્યાને લઇ વાંકાનેરના ધારાસભ્ય મહંમદ જાવેદ પીરઝાદા, એ.પી.એમ.સી.ના ચેરમેન શકીલ એહમદ પીરઝાદા, તાલુકા પંચાયતના પ્રમુખ ફાતુબેન યુનુસભાઈ શેરસીયા, મોરબી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગુલામભાઈ પરાસરા, જિલ્લા પંચાયત સદસ્ય જમનાબેન મેઘાણી અને પ્રભુભાઈ વીંઝવાડીયાએ ગત 13 તારીખના રોજ વાંકાનેર મામલતદાર મારફત મોરબી જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઇ સીસીઆઈ કેન્દ્ર વાંકાનેરના કેન્દ્ર પ્રભારી દ્વારા સીસીઆઈ મારફત ખરીદવામાં આવતા કપાસની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા હવેથી APMC વાંકાનેરને સોંપતા ખેડૂતોને પડતી મુશ્કેલીનો અંત આવ્યો છે.

- text

કપાસ વેંચવા માંગતા ખેડૂતો મો.નં. 7600709041 પર સવારે 09:00થી બપોરે 01:00 તથા બપોરે 03:00થી સાંજે 05:00 સુધી ફોન કરી અથવા રૂબરૂ સીસીઆઈ કેન્દ્ર (ભારત જીન) ખાતે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ત્યાર બાદ ખેડૂતોને ફોન દ્વારા જાણ કરી ક્રમ પ્રમાણે બોલાવવામાં આવશે. જો કે એ.પી.એમ.સી.ની જવાબદારી માત્ર રજિસ્ટ્રેશન કરવા પૂરતી જ સીમિત છે. કપાસની ગુણવત્તાના માપદંડો અને કપાસ ખરીદવો કે નહીં તેનો આખરી નિર્ણય તો સીસીઆઈના નક્કી કરેલા ઓથોરાઈઝડ અધિકારી જ કરશે એમ યાદીના અંતમાં એ.પી.એમ.સી. વાંકાનેરના ચેરમેન શકીલ એહમદ પીરઝાદાએ જણાવ્યું છે.

- text