મોરબી જિલ્લામાં સોમવારે 2 શંકાસ્પદ સહિત કુલ 209 લોકોના સેમ્પલ લેવાયા

- text


ટંકારાના વૃદ્ધ અને માટેલ રોડ પર રહેતા યુવાનમાં શંકાસ્પદ લક્ષણો જણાતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી સેમ્પલ લેવાયા

મોરબી : મોરબી જિલ્લામાં આજે સોમવારે માસ સેમ્પલિંગ અંતર્ગત 207 અને અન્ય બે શંકાસ્પદ લોકો સહિત કુલ 209 વ્યક્તિના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા છે.

મોરબી જિલ્લામાં સોમવારે લેવાયેલા માસ સેમ્પલમાં મોરબી સિવિલમાં 42, હળવદમાં 25, વાંકાનેરમાં 25, જેતપર મચ્છુ કેન્દ્રમાં 25, માળિયામાં 16, ચરાડવામાં 15, લુણસરમાં 10, ટંકારામાં 15, તાલુકા હેલ્થ ઓફીસ, મોરબીમાં 26, ક્રિષ્ના હોસ્પિટલમાં 3 અને આયુષ હોસ્પિટલમાં 5 સહિત 207 માસ સેમ્પલ લેવાયા હતા.

- text

જ્યારે શંકાસ્પદ લક્ષણો ધરાવતા ટંકારાના 62 વર્ષના પુરુષ અને માટેલ રોડ પર ફેકટરીમાં રહેતા 19 વર્ષના યુવાનને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરી તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે. આમ આ બે શંકાસ્પદ સહિત કુલ 209 લોકોના સેમ્પલ લેવાયા છે. જેનો રિપોર્ટ કાલે મંગળવારે આવશે.

- text