ટંકારા : પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂત મફતના ભાવે પાક વેચવા મજબૂર

- text


ભારતીય કિશાન સંઘે ખડુતોના વિવિધ પ્રશ્રો ઉકેલવાની માંગ સાથે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજુઆત કરી

ટંકારા : હાલની કોરોનાના ઉપદ્રવથી ઉત્પન થયેલી ગંભીર પરિસ્થિતિ ધ્યાને લઈને ખેડૂતો પોતાની ઉપજ વહેંચી શક્યા નથી. રવીપાકની લણણી પુરેપુરી કરી શક્યા નથી અને હજુ પણ 3 માસ સુધી દરેક ખેડૂત વેચાણ કરી શકશે નહિ તેના કારણે તેઓની લોન ભરપાઈ કરવા સક્ષમ બનશે નહિ. મંડળીઓ અને બેન્કોમાં પાક ધીરાણના દેવાથી ખુબજ ચિંતા અને દુખની વેદના અનુભવી રહ્યાં છે. આવા ડરમાં ને ડરમાં તેઓ પોતાનો માલ મફતના ભાવમાં વેચવા મજબૂર બની રહ્યાં છે.

ભારતીય કિશાન સંઘે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજુઆત કરી હતી કે, વર્તમાન માર્કેટિંગ અને ખેડૂતની વાસ્તવિક હકીકત જોતા કોઈપણ સંજોગોમાં ચાલુ ધીરાણ ભરપાઈ કરી નવું ધિરાણ લઇ શકે તેમ નથી. જેથી વર્ષ ૨૦૧૯-૨૦ના વર્ષનું ખરીફ/રવી ધીરાણ(KCC) ૨૦૨૦-૨૧ માં ટ્રાન્સફર કરી આપવું જોઈએ. કેન્દ્ર સરકાર 3% વ્યાજ રાહત અને રાજ્ય સરકાર ૪% વ્યાજ રાહત ખેડૂતોને આપે છે. તેથી ખેડૂતોને વ્યાજ ભરવાનો પ્રશ્ન નથી આમ માત્ર હવાલાથી ધીરાણ ટ્રાન્સફર કરવાનું છે, જે સરકારશ્રી દ્વારા ટ્રાન્સફર કરીને આ વર્ષની જે મુદતો છે તે ભરપાઈ કરવાની મુદત કરી આપવામાં આવે જેથી ખેડૂતો જુના દેવા મુક્ત બને અને ચાલુ વર્ષની ખરીફ/રવી ઉપજો તબ્બકાવારે વેચીને યોગ્ય ભાવ મેળવી શકશે. આ અમારા મોરબી જીલ્લાના તમામ ખેડૂતો વતી ભારતીય કિસાન સંઘ માંગણી કરીએ છીએ જે સ્વીકારવામાં આવે.

સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવની ખરીદી કરતા હોઈ છે. આ વર્ષે ઘઉં,ચણા અને તુવેર તેમજ અન્ય પાકોની ટેકાના ભાવની ખરીદી તાત્કાલિક અને વધારેમાં વધારે થાય તેવો પ્રયત્ન કરવો. કોરોના હિસાબે દરેક બોર્ડર તેમજ અક્ષ્પોર્ટ બંધ હોવાથી ખેડૂતો માલ ની ખપત થતી નથી. જેના હિસાબે મેહનત કરીને તૈયાર કરેલ પાક મફત ના ભાવ મા જાય છે,

- text

ચાલુ વર્ષે કોરના હિસાબે કપાસ નું અક્ષ્પોર્ટ બંધ હોવાથી કપાસ નો ભાવ નથી.આ વર્ષે વરસાદ વધારે પ્રમાણ મા થવાથી કપાસ ના પાકમા ઉત્પાદન અને કોલેટીમાં વધારે નુકસાન થયેલ છે. કપાસમાં CCI ની ખરીદીમાં ખેડૂતોને જયારે માલ લઈને જાય છે, ત્યારે તેને તેનો માલ નબળો છે, તે રીતે ડરાવી ને તેનું સેમ્પલ ફેલ કરે છે, જેના કારણે ખેડૂતો ડબલ ભાડા અને સમય ના ડર થી તે માલ જીનવાળાને મફતના ભાવે આપવા માટે મજબુર કરે છે, CCI જે રિતે ગોકળ ગાય ગતી થી ખરિદી કરે છે તે પ્રમાણે જીલ્લાના ખેડુતોનો કપાસ ખરિદી પુર્ણ કરિ શકાય તેમ નથી તો વધુ ખેડુતોને ખરિદ સેન્ટર પર બોલાવવા અથવા ખરિદ સેન્ટર વધારી આપવા જીલ્લાના ખેડુતોની માંગ છે

છેલ્લા ઘણા વર્ષથી સરકાર દ્વારા ચેક ડેમ ના કામ નહીવત બરાબર થવાના કારણે, મોરબી જીલ્લાના તમામ ચેકડેમ તેમજ તળાવ રીપેરીગ તેમજ ઉંડા કરવા પડે તેમ છે, સતત બે વર્ષથી માંગણી કરવા છતાં આ કામ નહીવત બરાબર થાય છે તો ચાલુ વર્ષે સુજલામ/સુફલામમા યોજના વધારે મા વધારે ચેકડેમ/તળાવોના રીપેરીગ તેમજ ઉંડા કરવાના કામ થાય તેવી અમારી માંગણી છે,

ચાલુ વર્ષે વરસાદ સારા થવાના હિસાબે ઉનાળુ પાકો જેમ કે, ઘાસચારો, મગફળી,તલ, મગ જેવા અન્ય પાકોનું વાવેતર થયેલ છે. બધાને આશા હતી કે આ વર્ષે નર્મદા ઓવરફલો થવાના હિસાબે સૌની યોજનાનું પાણી સૌરાષ્ટ્રમાં વધારેમાં વધારે આવશે. તે આશા એ ઘણા બધા ખેડૂતોએ વાવેતર કરેલ છે, પરંતુ સરકારશ્રી તરફથી હજી ઉનાળામાં પણ ડેમ ભરવાની કોઈ વ્યવસ્થા કરેલ નથી. આટલો મોટો ખર્ચ કરીને જે પાઈપલાઈન નાખેલ છે તો તેનો ઉપયોગ શું?? નર્મદા ભરેલ છે અને સૌરાષ્ટ્રના ઘણા બધા ડેમો હજી ખાલી છે. આવા સમયે સૌરાષ્ટ્રના ચેકડેમો જો પાઈપલાઈન થી ભરવામાં ન આવે તો તેનો મતલબ શું?? જો સૌની યોજનાથી સૌરાષ્ટ્રના ચેકડેમો ભરવામાં આવે જેથી કરીને ખેડૂતોએ વાવેલ પાકો ફેલ ન જાય અને પશુઓને પણ યોગ્ય ચારો મળી રહે એટલા માટે સૌરાષ્ટ્રના બધા ડેમ તાત્કાલિક ભરે તેવી ખેડૂતોની માંગણી છે.

- text