મોરબીમાં ગુજરાત ગૌરવદિન અંતર્ગત આયોજિત સ્પર્ધાઓમાં કુલ 4098 છાત્રોએ ભાગ લીધો

- text


મોરબી : ગાંધીનગર સ્થિત શિક્ષણ વિભાગ કચેરી દ્વારા ગુજરાત ગૌરવદિન – 2020 અંતર્ગત ચિત્ર, કાવ્ય લેખન તથા નિબંધ લેખન સ્પર્ધાઓનું આયોજન કરવા સૂચના આપવામાં આવેલ હતી. જે અન્વયે મોરબી જિલ્લામાં આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં કુલ 4098 છાત્રોએ ભાગ લીધો હતો.

- text

ગુજરાત ગૌરવદિન અંતર્ગત ચિત્ર સ્પર્ધામાં પ્રાથમિક વિભાગના 1577 છાત્રો તથા માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક વિભાગના 1043 છાત્રો મળી કુલ 2620 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કાવ્ય લેખન સ્પર્ધામાં પ્રાથમિક વિભાગના 228 છાત્રો તથા માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક વિભાગના 190 છાત્રો મળી કુલ 418 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમજ નિબંધ લેખન સ્પર્ધામાં પ્રાથમિક વિભાગના 439 છાત્રો તથા માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક વિભાગના 621 છાત્રો મળી કુલ 1060 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આમ, આ ત્રણેય સ્પર્ધાઓમાં પ્રાથમિક વિભાગના કુલ 2244 તથા માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક વિભાગના કુલ 1854 છાત્રો મળી કુલ 4098 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

- text