નવા જાંબુડીયામાં જુગાર રમતા 3 શખ્સોની અટકાયત

- text


મોરબી : ગઈકાલે તા. 9ના રોજ તાલુકા પોલીસની રેઇડ દરમિયાન નવા જાંબુડીયા ગામમાં દશામાંના મંદિર પાછળના ભાગે જાહેરમાં રોકડ રૂ. 4560 સાથે ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હારજીતનો જુગાર રમતા 3 શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા. આ બનાવમાં ભુપતભાઇ લખમણભાઇ વાઘેલા (ઉવ.૪૦, ધંધો.મજુરી, રહે.જાંબુડીયા શક્તિપરા), રમેશભાઇ બાબુભાઇ જોલાપરા (ઉવ.૧૯, ધંધો.મજુરી, રહે.જાંબુડીયા શક્તિપરા, પંચાયત ઓફિસ પાછળ) તથા જયેશભાઇ ઉકાભાઇ જોલાપરા (ઉવ.૨૩, ધંધો.મજુરી, રહે.જુના જાંબુડીયા રામજીમંદિર પાસે) સામે જુગારધારા મુજબ ગુનો નોંધી અટકાયત કરવામાં આવી હતી.

- text