મોરબી જિલ્લામાં માસ્ક વગરના વેપારીઓ-વાહન ચાલકો વિરુદ્ધ ગુન્હાઓ દાખલ થયા

- text


મોરબી : કોરોના કાળમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોવિડ-૧૯ સંક્રમિતોની સંખ્યાને આધારે દરેક જિલ્લાઓને ત્રણ ઝોનમાં વેચવામાં આવ્યા છે. જેમાં રેડ, ઓરેન્જ અને ગ્રીનઝોન તરીકે પ્રસ્થાપિત થયેલા જિલ્લાઓને બંધન-મુક્તિ આપવામાં આવી છે. ત્રણ ઝોન પૈકી ગ્રીનઝોન ધરાવતા જિલ્લાઓમાં થોડી વધુ છૂટ અપાઈ છે. મોરબીને ગ્રીનઝોનમાં સમાવવામાં આવતા અન્ય જિલ્લાઓની સાપેક્ષ વધુ છૂટછાટ મળી છે. જો કે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તેમજ ઘેરથી બહાર નીકળતી વખતે ફરજીયાત માસ્ક પહેરવો સહિતની પ્રાથમિક ગાઈડલાઇન્સ તમામ નાગરિકોએ અનુસરવાની હોવા છતાં અમુક લોકો માસ્ક વિના બહાર નીકળતા કે ધંધો-રોજગાર કરતા હોવાનું ધ્યાને આવતા મોરબી તંત્ર દ્વારા તેઓ વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવામાં આવ્યા છે.

- text

મોરબી પાસે ઢૂંવા ચોકડી નજીક સીએનજી રીક્ષા ચાલક હરેશભાઇ ઉર્ફે વિક્રમ લાલુભાઈ દેથરીયા, વાંકાનેર તાલુકાના તિથવાધાર ગામ પાસે કારીયાણાની દુકાન ધરાવતા દીપકભાઈ રણછોડભાઈ કોળી, સિંધાવદર ગામે જનતા પ્રોવિઝન સ્ટોર ચલાવતા અશરફભાઈ હુસેનભાઈ, મોરબી શહેરના રવાપર રોડ પર પ્રમાણિક એલેક્સ નામની શોપના માલિક શાહનવાઝ યુસુફભાઈ મેમણ, તેમજ રવાપર રોડના જ અન્ય બે વેપારી પ્રકશભાઈ અને સુરેશભાઈ માસ્ક વગર ધંધો રોજગાર કરતા હોય તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીક આવેલી દ્વારકાધીશ હોટલમાં તમાકુ-ગુટખાનું વેંચાણ કરતા ગોરધન રાણાભાઈ જાટ નામના 24 વર્ષીય યુવક સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- text