મોરબી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેન્ડવોશ વાહન બનાવાયું

- text


હેન્ડવોશ વાહન 40 પોઇન્ટ ઉપર પહોંચીને ફરજ પર તૈનાત પોલીસ -જીઆરડી, હોમગાર્ડના જવાનોના હેન્ડ વોશ કરાશે

મોરબી : મોરબી જિલ્લામાં જીવના જોખમે લોકડાઉનની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પોલીસ અને જીઆરડી તથા હોમગાર્ડના જવાનોને કોરોના સામે સુરક્ષિત રાખવા માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા હેન્ડ વોશ વાહન બનાવવામાં આવ્યું છે અને આજે હેન્ડ વોશ વાહનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દરરોજ હેન્ડ વોશ વાહન 40 પોઇન્ટ ઉપર પહોંચીને ફરજ પર તૈનાત પોલીસ -જીઆરડી અને હોમગાર્ડના હેન્ડ વોશ કરાશે.

- text

મોરબી જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સહિતના સુરક્ષકર્મીઓને કારોનાથી રક્ષણ આપવા માટે હેડ વોશ વાહન બનાવવામાં આવ્યું છે. જેમાં 40 જેટલા પોઈન્ટ ઉપર જીવના જોખમે લોકડાઉનની ફરજ નિભવતા પોલીસ, જીઆરડી તેમજ હોમગાર્ડના જવાનોને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે આ વાહન મારફત દરરોજ દર બે કલાકે હેન્ડ વોશ કરાવવામાં આવશે. ત્યારે આજે આ હેન્ડ વોશ વાહનનો સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, જિલ્લા કલેકટર જે.બી.પટેલ, અધિક કલેકટર કેતન જોશી, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાતનું પ્રથમ એવું હેન્ડ વોશ વાહન છે કે જેનાથી પોલીસ સહિતના સુરક્ષાકર્મીઓને સુરક્ષિત રાખી શકાય છે. આ વાહન મોરબીના એ ડિવિજનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી ચકુંભાઈ ક્લોતરાએ માત્ર રૂ 20 હજારના ખર્ચે બનાવ્યું છે. અને આજથી આ વાહનનું જિલ્લાના પોઇન્ટ ઉપર ફરવાનું શરૂ થઈ ગયું છે અને પોલીસ સહિતના સુરક્ષકર્મીઓના દર બે કલાકે હેન્ડ વોશ કરવામાં આવી રહ્યા છે.

- text