અન્ય જિલ્લામાંથી મોરબી જિલ્લામાં આવતા વધુ 4 લોકો સામે ગુનો નોંધાયો

- text


મોરબી : ગ્રીન ઝોન જાહેર થયા બાદ મોરબી જિલ્લામાં બહારના અન્ય જિલ્લામાંથી આવતા લોકોનું સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે. ત્યારે અન્ય જિલ્લામાંથી કોઈ પૂર્વ મંજૂરી વગર મોરબીમાં આવી ચડેલા વધુ 4 લોકો સામે જાહેરનામા ભંગનો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- text

મોરબીના રવાપર રોડ પર વૈભવ લક્ષ્મી સોસાયટીમાં રહેતા ક્રુષ્ણપ્રકાશ પંકજભાઇ ઠાકર રાજકોટથી ઓથોરીટીની મંજુરી મેળવ્યા વગર મોરબી મુકામે આવ્યા હતા. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ છોટા ઉદેપુરથી સુરેશભાઇ દેવશીભાઇ હળવદીયા (ઉ.વ.40) તથા તેમના પત્ની કંચનબેન (ઉ.વ.38) પોતાની રીતે વગર પરવાનગીએ તા. 8ના રોજ માલવાહક વાહનોમા મોરબી તાલુકાના જુના સાદુળકા ગામે આવી દેવીપુજક વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. આ દંપતી સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વધુમાં, માળીયા (મી.)માં માલાણી શેરીમાં રહેતા આમીનભાઇ અબ્દુલભાઇ જામ (ઉ.વ.28) તા. 2ના રોજ અમદાવાદથી માળીયા (મી.) આવી મોરબીના જાહેરનામાનો ભંગ કરી તથા કોરોનાના વાયરસનું સંક્રમણ વધે તેવુ બેદરકારીભર્યુ ક્રુત્ય કરવા બદલ માળીયા મીંયાણા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તા. 9ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

- text