મહેસાણાથી મોરબી આવેલા દંપતી સામે ગુનો નોંધાયો

- text


મોરબી : લોકડાઉનના પગલે પરવાનગી વગર જિલ્લા ફેર કરવું ગુનો છે. તેમ છતાં અન્ય જિલ્લાઓમાંથી ગેરકાયદેસર મોરબી જિલ્લામાં પ્રવેશ મેળવીને અહીં રહેવા લાગ્યા હોવાનું તંત્રને ધ્યાને આવતા આ તમામ સામે ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે તંત્રની પરમિશન વિના બે લોકો મહેસાણાથી મોરબી આવ્યા હોવાની ફરિયાદ ગઈકાલે નોંધવામાં આવેલ છે.

- text

મોરબીમાં વૃંદાવન સોસાયટી, હરિદ્વાર એપાર્ટમેન્ટ, ફલેટ નં. 301માં રહેતા યોગેશભાઇ અમૃતભાઇ કમાણીયા (ઉ.વ.40, ધંધો-આંગડીયા પેઢી) તથા તેમના પત્ની ગીતાબેન (ઉ.વ.38) ઉનાવા તા. ઉંજા જી. મહેસાણાથી મોરબી પોતાના ઘરે રહેવા લાગ્યા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. આથી, ગઈકાલે તા. 29ના રોજ સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા દંપતી સામે મોરબીના જાહેરનામાનો ભંગ કરવા તથા કોરોના વાયરસનું સંક્રમણ વધે તેવુ બેદરકારીભર્યુ ક્રુત્ય કરવા ગુનો નોંધાયો છે. તેમજ આરોગ્ય તંત્રએ આ મામલે તકેદારીના પગલાં લીધા છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text