મોરબી જિલ્લામાં 60 હજારથી વધુ લોકોએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી પોતાની જાતને સુરક્ષિત બનાવી

- text


આરોગ્ય સેતુ એપ લોકેશનના આધારે તમે કોઈ COVID-19 પોઝીટીવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે નહીં તે જણાવશે

મોરબી : કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા તા.૨ એપ્રિલના રોજથી શરૂ કરવામાં આવેલી આરોગ્ય સેતુ એપને ડાઉનલોડ કરી ઘણા લોકોએ પોતાની જાતને સુરક્ષિત બનાવી છે. કોરોના સંદર્ભેની બધી જ સચોટ આંકડાકીય માહિતી અને સંક્રમણને લગતા તમામ જોખમો સાહિતની માહિતી આરોગ્ય સેતુ એપ જણાવે છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા અપીલ કરવામાં આવી હતી જે અપીલને સ્વીકારી તારીખ ૨૫ એપ્રિલ સુધીમાં મોરબી જિલ્લામાં ૬૧૯૮૭ લોકોએ આ એપ ડાઉનલોડ કરી બહોળો પ્રતિસાદ આપ્યો છે.

ગુજરાતી સહિત દેશની ૧૧ ભાષામાં આ એપ ઉપલબ્ધ છે. આ એપ વ્યક્તિના લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી કોઈ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ તથા કોરોના ના લક્ષણોનું સચોટપણે વિવરણ કરે છે. ઉપરાંત એપ દ્વારા ૧૫૨૯ લોકો દ્વારા પોતાનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું તથા દેશભરના તમામ રાજયોના કોરોના સંક્રમણની પરિસ્થિતિ વચ્ચે કેટલા પોઝિટિવ કેસ સહિતની સચોટ આંકડાકીય માહિતી પૂરી પાડે છે. મોરબી જિલ્લાના તમામ નાગરિકો દ્વારા મિત્રો અને સંબંધીઓ ને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી પોતાનું પરીક્ષણ કરી પોતાની જાતને સુરક્ષિત રાખવા જાણ કરવામાં આવેલ છે.

- text

To fight against COVID19, download and share it using this link Android :
https://play.google.com/store/apps/details?id=nic.goi.aarogyasetu
iOS :
https://apps.apple.com/in/app/aarogyasetu/id1505825357


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

 

- text