ખુશખબર…મોરબી જિલ્લો બન્યો કોરોનામુક્ત : ઉમા ટાઉનશીપના આધેડે કોરોનાને આપી મ્હાત

- text


 

ગઈકાલે પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ આજે બીજો રિપોર્ટ પણ નેગેટિવ : આવતીકાલ સુધીમા મળી જશે રજા

મોરબી : મોરબી જિલ્લો આજે કોરોનામુક્ત બની ગયો છે. કારણકે મોરબીના ઉમા ટાઉનશીપના જે આધેડ કોરોનાગ્રસ્ત હતા તેઓના બન્ને રિપોર્ટ નેગેટિવ આવી ગયા છે. આમ તેઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. માટે આવતીકાલ સુધીમાં તેઓને આઇસોલેશન વોર્ડમાથી રજા પણ આપી દેવામાં આવનાર છે.

મોરબી જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ શહેરની ઉમા ટાઉનશીપમાં નોંધાયો હતો. ત્યાંના આધેડ અશોકભાઈ સિદ્ધપરાને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ આધેડ રાજકોટની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ હતા. સારવાર દરમિયાન તેઓના ગઈકાલે ફરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. જેથી આજરોજ પણ ફરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો.

- text

આમ ગાઈડલાઈન પ્રમાણે જો પોઝિટિવ દર્દીના બે રિપોર્ટ નેગેટિવ આવે તો તે સાજા થઈ ગયા હોવાનું જાહેર કરવામાં આવે છે. માટે મોરબીના આધેડ પણ કોરોનાને મ્હાત આપીને સાજા થઈ ગયા છે અને તેઓને આવતીકાલ સુધીમાં આઇસોલેશન વોર્ડમાંથી રજા આપી દેવામાં આવનાર છે.

- text