મોરબીમાં જૈન ધર્મના વર્ષીતપ પૂર્ણ કરનાર તપસ્વીઓના ઘરે જ પારણા કરાયા

- text


શેરડીના રસથી જ તપસ્વીઓના પારણા કરાયા : આરોગ્ય પોલીસ કર્મીઓ સહિતના કોરોના વોરિયર્સેને શેરડીનું રસપાન કરાવ્યું

મોરબી : મોરબીમાં આજે તા.૨૬ ને રવિવાર વર્ષીતપના પારણા પ્રસંગે પ્રથમ તીર્થંકર દેવાધિદેવ રૂસભદેવ ભગવાન દ્વારા 13, માસનો વર્ષીતપની તપસ્વીઓએ આરાધના કરી હતી. તે તપસ્વીઓના પારણા શેરડીના રસથી કરવામાં આવ્યા હતા. આ પરંપરા એ જૈન સમાજના શ્રાવક શ્રવિકાઓ દ્વારા વર્ષીતપની આરાધના કરવામાં આવે છે.

વર્ષીતપની પુર્ણાહુતી પારણા પ્રસંગે દરવર્ષે ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી થાય છે. આ પારણા હજારોની સંખ્યામાં પાલીતાણા મુકામે વિશેષ રીતે ઉજવાતા હોય છે પરંતુ હાલમાં કોરોનાની મહામારીને કારણે લોકડાઉન ચાલુ છે જેથી દરેક તપસ્વીઓ પોત પોતાના ઘરે પારણા અને પૂજા કરવાનું નક્કી થયું હતું. તે રીતે મોરબી શહેર મધ્યે આવા વર્ષીતપના પારણા પ્રસંગે અને તપની અનુમોદનાર્થે જૈન તપગચ્છ સંઘ મોરબીના સભ્ય સંજય કેટરર્સ વાળા સંજયભાઈની વિચાર શૈલીથી ઓર્ગેનિક શેરડી ફાર્મહાઉસમાંથી લાવીને શેરડીનો રસ તૈયાર કરાવી લોકડાઉન દરમ્યાન આરોગ્ય કર્મી અને પોલીસ કર્મીઓ સહિતના કોરોના વોરિયર્સેને શેરડીનો રસપાન તથા વર્ષીતપના તપસ્વીઓના પારણાં કરવામાં આવ્યા હતા. જેના અનુમોદનાર્થે આ કાર્યક્રમ માટે સંજયભાઈને મોરબી સંઘ પ્રમુખનવીનભાઈ મહેતા તથા ટ્રસ્ટી દિનેશભાઇએ આશીર્વાદ પાઠવ્યા હતા.

- text

શ્રી ધર્મનાથ જૈન મિત્ર મંડળના સભ્યો શેરડીના રસની વિતરણ વ્યવસ્થામા સહકાર આપ્યો છે. આજે વૈશાખ સુદ ૩ ના જૈનોનો મહાન તપ વર્ષિતપ પરિપૂર્ણ કરીને મોરબીના જૈન સંઘોનું ગૌરવ વધારનાર તપસ્વીઓ દિપકભાઈ દોશી, હિરેનભાઈ સોલાણી, સોનલબેન સોલાણી, વિલ્પાબેન મહેતાને પારણા કરવામાં આવ્યા હતા.

- text