મોરબી જિલ્લામાં લોકડાઉન ભંગના 39 કેસો નોંધાયા : વધુ 92 ની અટકાયત

- text


મોરબી : મોરબી જિલ્લામાં જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાની સૂચનાના પગલે તમામ જિલ્લા પોલીસ દ્વારા હાલ લોકડાઉન-2 નો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. આમ છતાં અમૂકની ઘરમાંથી બહાર નીકળીને બિનજરૂરી પ્રવૃત્તિઓ યથાવત રહેતા પોલીસે આવા લોકો સામે કડક કાર્યવાહી કરી હતી. જેમાં શનિવારે પોલીસે ભેગા થયેલા ટોળા, બિનજરૂરી અવજવર અને બિનજરૂરી દુકાનો ખુલ્લી રાખવા સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી.

- text

મોરબી જિલ્લામાં પોલીસે શનિવારે લોકડાઉન ભંગના 39 કેસો નોંધ્યા હતા અને લોકડાઉનનો ભંગ કરનાર 92 લોકો સામે અટકાયતી પગલાં લીધા હતા. તેમજ બિનજરૂરી ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાના 16 કેસો નોંધી 17 દુકાનદારો સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી. તથા જિલ્લામાં અલગ અલગ સ્થળે ટોળું ભેગું થયું હોય તેવા 16 કેસો નોંધીને 68 લોકો સામે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત, બિનજરૂરી અવરજવર 7 કેસો નોંધી સાતેય આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. તેમજ મોરબી જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિમાં બિનજરૂરી કામે નીકળવા મામલે 98 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text