મોરબીમાં લોકડાઉનની શરતોના પાલન સાથે 10 લગ્નો યોજાયા

- text


લગ્નના ભોજન સમારંભ રદ અને બન્ને પક્ષના મળીને 10 વ્યક્તિઓ સાથે લગ્ન પ્રસંગોને પાંચ દિવસ માટે મંજૂરી મળી

મોરબી : મોરબી જિલ્લામાં લગ્ન પ્રસંગોની શરતોને આધીન છૂટછાટ આપતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં બન્ને પક્ષના મળીને 10 વ્યક્તિ સાથે લગ્ન પ્રસંગો યોજવાની છૂટ આપવામાં આવી હતી. આથી, ભોજન સમારંભ રદ કરીને માત્ર 10 વ્યક્તિઓ સાથે છેલ્લા બે દિવસમાં લોકડાઉનની શરતોના પાલન સાથે 10 લગ્નો યોજાયા હતા.

મોરબીના અધિક કલેકટર કેતન જોશીએ લગ્ન પ્રસંગોને શરતોને આધીન છૂટછાંટ આપતું જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું હતું. આ જાહેરનામામાં જણાવ્યા મુજબ લગ્ન પ્રસંગની પરવાનગી માત્ર પાંચ દિવસ પૂરતી જ રહેશે. લગ્ન પ્રસંગમાં બન્ને પક્ષના મળીને 10 વ્યક્તિથી વધારે લોકો ભેગા થઈ શકશે નહિ. આ લગ્ન પ્રસંગમાં ભોજન સમારંભ કરી શકાશે નહીં. તેમજ બે થી વધુ વાહનોનો પણ ઉપયોગ કરી શકાશે. લગ્ન પ્રસંગ માટે મુક્તિ પાસ આપવામાં આવશે નહિ. લગ્ન પ્રસંગ દરમિયાન સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તથા લગ્ન પ્રસંગમાં આવેલા માન્ય વ્યક્તિઓને ફરજિયાત માસ્ક પહેરવું પડશે અને લોકડાઉનની માર્ગદર્શિકા અને જાહેરનામાની શરતોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો જાહેરનામાનો ભંગ થશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ પરવાનગી રદ કરાશે.

- text

આ શરતોને આધીન તંત્ર દ્વારા ગત તા. 23 અને તા. 24 ના રોજ 10 લગ્નોને મંજૂરી આપવા આવી હતી. જેમાં મોરબીના જેતપર મચ્છુ ગામે રહેતા દિનેશભાઇ બચુભાઈ અધારાની પુત્રી જલ્પાના મનસુખભાઈ પ્રભુભાઈ ઓડિયાના પુત્ર અલ્પેશ સાથે અને મનસુખભાઈ પ્રભુભાઈ ઓડિયાની પુત્રી પૂજાના દિનેશભાઇ બચુભાઈ અધારાના પુત્ર રાકેશ સાથે, મંજુલાબેન નેસડીયાના પુત્ર વિમલના દિનેશભાઇ લોરીયાની પુત્રી કોમલ સાથે, ચંદુભાઈ ઘનજીભાઈ મૂછડીયાના પુત્ર વિશાલના દફડા મગનભાઈ હરિભાઈની પુત્રી રવીના સાથે, મોરસાણીયા અમરશીભાઈ ભગવાનજી ભાઈના પુત્ર પ્રદીપના સુરાણી ડાયાભાઇની પુત્રી હર્ષાની સાથે, બરાસરા રતિલાલ અમરશીભાઈના પુત્ર વિશાલના બાવરવા ભગવાનજીભાઈ કાનજીભાઈની પુત્રી સોનલ સાથે એમ મળીને કુલ 10 લગ્નો તા. 23 અને તા. 24 એપ્રિલના રોજ કલેકટરના જાહેરનામાની તમામ શરતોના પાલન સાથે યોજાયા હતા.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text