મોરબીના વોર્ડ નં. 11માં ગટરના ઉભરાતા પાણીની સમસ્યાનો નિવેડો લાવવા રજૂઆત

- text


મોરબી : વૈશ્વિક મહામારી કોરોના વાયરસના કારણે મોરબી સહીત દેશભરમાં લોકડાઉન છે. જેનો મુખ્ય હેતુ કોરોના વાયરસને ફેલાતો અટકાવવાનો છે. આવી પરિસ્થિતિમાં જયારે સ્વચ્છતા અને સાવચેતી રાખવાની જરૂર છે ત્યારે મોરબીના વોર્ડ નં. 11માં ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાય છે. જેના કારણે સ્થાનિકો પરેશાનીમાં મુકાય ગયા છે.

- text

મોરબીના વોર્ડ નંબર 11, ગોકુલનગર જવાના રસ્તા ઉપર એપોલો તથા જીનની બાજુમાં ગામ શનાળાનું ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી હાલે નિકળી રહેલ છે. જેના કારણે સ્થાનિકોએ દુર્ગંધ અને ગંદકીનો ભોગ બનવું પડે છે. તેમજ સ્થાનિકોમાં કોરોનાની દહેશત સાથે રોગચાળાનો ભય જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ તંત્રને જાણ કરી હોવા છતાં કોઈ દાદ આપતું નથી. તેમજ તમામ ઓફિસો ઇલેક્ટ્રિક મીડિયા દ્વારા જાણ કરવાની વાત કરે છે. ત્યારે જાગૃત નાગરિકો કે.કે.પરમાર તથા ભાવેશભાઈ કંજરીયાએ વોટ્સએપ દ્વારા નગરપાલિકાને આ સમસ્યાનો નિવેડો લાવવા રજૂઆત કરી હતી.

- text