ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા કોરોના સંદર્ભે ડોક્ટરોને તાલીમ અપાઈ

- text


મોરબી : ભવિષ્યમા કોરોના વાયરસની પરિસ્થીતિને પહોંચી વળવા મોરબી જીલ્લામાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ.કતિરાના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના સહકારથી મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, નસિંગ સ્ટાફ, ડેન્ટલ સર્જન, ફિજિયોથેરાપિસ્ટની ventilation care assistance ની તાલીમનું આયોજન સિવિલ હોસ્પિટલ ખાતે જીલ્લા તાલીમ ટિમ દ્વારા કરવામા આવેલ હતું. જેમા 98 તાલિમાર્થીઓને તાલિમ આપવામાં આવી હતી.

- text

જેમાં તમામ તાલિમર્થીઓને તાલિમકાર તરીકે ઇન્ડિયન મેડિકલ એસોસિયેસન તરફથી Critical care specialist ડૉ. દિપક અઘારા, ડૉ. ઈશાન કન્જારિયા, ડૉ. ચિરાગ અદ્રોજા, ડૉ. દર્શન પરમારના બહોળા અનુભવ તેમજ જ્ઞાનનો લાભ પ્રાપ્ત થયેલ હતો. COVID 19 મહામારીની પરિસ્થિતીના અનુસંધાને કામગીરીને પહોંચી વળવા માટે મોરબી જિલ્લાનાં સરકારી તેમજ પ્રાઇવેટ ડોકટર અને પેરામેડિકલ સ્ટાફ કોરોનાનાં દર્દીમાં વેન્ટીલેટરની કયારે જરુર પડે તેમજ જરુર પડે ત્યારે વેન્ટીલેટરનો કેમ ઉપયોગ કરવો અને સારવાર કરવી વગેરે બાબતોની તાલીમ આપી કોરોના સામેના જંગમાં મોરબી જિલ્લાની તાલીમબદ્ધ મેડીકલ ટીમ સજ્જ કરવામાં આવી છે.

- text