મોરબી : જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કે.એસ. અમૃતિયાએ પી.એમ. રાહત ફંડમાં 1.25 લાખનું અનુદાન આપ્યું

- text


સેવા ભારતી સંસ્થામાં 25 હજારની ધનરાશી તથા 50 રાશન કીટ પણ અર્પણ કરી 

મોરબી : વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને પરાસ્ત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોની સમગ્ર વિશ્વએ પ્રશંસા અને સરાહના કરી છે. પ્રધાનમંત્રીની હાકલનું સન્માન કરવા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દાનની સરવાણી વહાવી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ કે.એસ. અમૃતિયાએ પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂપિયા 1,25,000નું અનુદાન આપ્યુ છે. જીલ્લા કલેકટર વતી તેઓના પ્રતિનિધિ મામલતદાર પી. એમ. સરડવાએ આ ધનરશીનો ચેક સ્વીકાર્યો હતો.

- text

આ ઉપરાંત, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી સંસ્થામાં રૂપિયા 25000નું અનુદાન તથા ભારતીય જનતા પાર્ટી મોરબી તાલુકા મારફત જે રાશન કીટનું વિતરણ થઈ રહ્યું છે તેમાં 50 રાશન કીટનું યોગદાન પણ આપ્યું છે. કપરા સમયમાં કોઈને કોઈ રીતે માનવ સેવા કરવી એ દરેક નાગરિકનો રાષ્ટ્રીય ધર્મ છે. આ ધર્મ નિભાવવા દરેક નાગરિક યથાશક્તિ પોતાનું યોગદાન આપે તેવી અપીલ પણ કે.એસ. અમૃતિયાએ કરી છે.

- text