લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ દ્વારા ગંગાસ્વરૂપ બહેનોને અપાતી રાશન કીટનું વિતરણ આ મહિને મુલતવી

- text


મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ છેલ્લા 2 વર્ષથી દર મહિને ગંગા સ્વરૂપ મહિલાઓને રાશન કીટ વિતરિત કરે છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને રાસન કીટનું વિતરણ આ મહિને મુલત્વી રાખવામાં આવ્યું છે.

- text

લાયન્સ ક્લબ દ્વારા દર મહિનાના પેહલા રવિવારે સવારે 10 વાગે અંદાજે 125 ગંગાસ્વરૂપ બહેનોને રામ મંદિર દરબારગઢથી રાશન કીટનું વિતરણ છેલ્લા 2 વર્ષથી કરવામાં આવી રહ્યું છે. પરંતુ હાલની સ્થિતીને ધ્યાનમાં લઇ આ મહિના માટે કીટ વિતરણ મુલતવી રાખેલ છે જેની સર્વેએ નોંધ લેવા પ્રેસિડેન્ટ રવિન્દ્ર ભટ્ટની એક યાદીમાં જણાવાયું છે.

- text