મોરબી જિલ્લામાંથી દિલ્હીના નિઝામુદિનમાં ગયા હોય તેવા લોકોએ તુરંત આરોગ્ય વિભાગને જાણ કરવાનો આદેશ

- text


સામેથી જાણ નહિ કરનારા સામે કાર્યવાહી થશે : નિઝામૂદિનમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા 300થી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થતા સમગ્ર દેશમાં આરોગ્ય તંત્ર એલર્ટ

મોરબી : મોરબી જિલ્લામાંથી તાજેતરમાં જો કોઈ દિલ્હીના નિઝામુદિનમાં ગયા હોય તો તેઓને તુરંત આરોગ્ય વિભાગને જાણ કરવા આદેશ અપાયા છે. આવી કોઈ વ્યક્તિ જો સામેથી આરોગ્ય વિભાગને જાણ નહિ કરે તો તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું આરોગ્ય વિભાગે જાહેર કર્યું છે.

- text

તાજેતરમાં દિલ્હીના નિઝામુદિનમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિવિધ રાજ્યો તેમજ વીદેશમાંથી 2000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના કારણે 300 લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું સામે આવતા સમગ્ર દેશમાં આરોગ્ય તંત્ર સાબદુ બની ગયું છે. માટે જે જે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હોય તેઓની મેડિકલ ચેક અપ કરવામાં આવી રહ્યું છે. માટે કોરોનાં વધુ વકરે નહિ.

મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કતિરાએ જણાવ્યું છે કે જો મોરબી જિલ્લામાંથી નિઝામુદિનમાં કોઈ વ્યક્તિ ગયું હોય તો તેણે આરોગ્ય વિભાગને તુરંત જાણ કરવી. જેથી આરોગ્ય વિભાગ સમયસર મેડિકલ ચેક અપ કરી શકે. અન્યથા તે વ્યક્તિ સામે એપિડેમીક એકટ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

- text