દિલ્હીના નિઝામુદિન વિસ્તારમાં ગયેલા મોરબી તાલુકાના 3 લોકોની ફોન ટ્રેસિંગના આધારે મળી લિંક

- text


આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં : ત્રણેય વ્યક્તિને મેડિકલ ચેક અપ માટે સિવિલમાં લવાયા

મોરબી : દિલ્હીના નિઝામુદિનમાં યોજાયેલા એક ધાર્મિક કાર્યક્રમે અનેક લોકોને કોરોનાથી સંક્રમિત કર્યા છે. ત્યારે આ સ્થળે ગયેલા મોરબી તાલુકાના 3 લોકોને ફોન ટ્રેસિંગના આધારે ડિટેકટ કરવામાં આવ્યા છે અને તમામનું આરોગ્ય વિભાગે મેડિકલ ચેકઅપ શરૂ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.

તાજેતરમાં દિલ્હીના નિઝામુદિનમાં એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશના વિવિધ રાજ્યો તેમજ વીદેશમાંથી 2000 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના કારણે 300 લોકો કોરોનાથી સંક્રમિત થયા હોવાનું સામે આવતા સમગ્ર દેશમાં આરોગ્ય તંત્ર સાબદુ બની ગયું છે. માટે જે જે લોકો આ કાર્યક્રમ દરમિયાન તે વિસ્તારમાં ઉપસ્થિત રહ્યા હોય તેઓની મેડિકલ ચેક અપ કરવામાં આવી રહ્યું છે. માટે કોરોનાં વધુ વકરે નહિ.

- text

ત્યારે આરોગ્ય વિભાગના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ આ કાર્યક્રમ સ્થળે જેટલા લોકોના ફોન એક્ટિવ આવતા હતા તે તમામના ફોન હાલ કઇ જગ્યાએ એક્ટિવ છે તેના આધારે આઈબીએ તપાસ આદરીને લોકોને ડિટેકટ કરવાનું શરૂ કર્યું છે. જેમાં મોરબી તાલુકાના 3 લોકો પણ ડિટેકટ થયા છે. આ ત્રણ લોકો દિલ્હીના નિઝામુદિનમાં કાર્યક્રમ દરમિયાન તે વિસ્તારમાં તેમના મોબાઈલ એક્ટિવ હતા. જો કે આ ત્રણેય લોકો બીનમુસ્લિમ છે. માટે તેઓ કાર્યક્રમમાં ન ગયા હોય તે વિસ્તારમાં અન્ય કોઈ કામે ગયા હોવાનું પ્રાથમિક તારણ છે. જો કે આ ત્રણેય લોકોને આરોગ્ય વિભાગની ટિમ મેડિકલ ચેક અપ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં લાવી તંત્ર દ્વારા પ્રાથમિક તપાસ પણ શરૂ કરવામાં આવી રહી છે.

- text