મોરબી : મનાઈ છતાં 54 મજૂરોને ટ્રકમાં ખીચોખીચ ભરીને રાજસ્થાન લઈ જતા ટ્રકચાલકની અટકાયત

- text


તાલુકા પોલીસે મજૂરોને પરત મોકલી ટ્રક ચાલક સામે જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધ્યો

મોરબી : મોરબીમાં વહીવટી તંત્ર દ્વારા લોકડાઉનમાં પરપ્રાંતીય મજૂરોનું પલાયન રોકવા માટે કડક આદેશો જાહેર કરાયા હોવા છતાં એક ટ્રક ચાલક 54 મજૂરોને ટ્રકમાં ખીચોખીચ ભરીને રાજસ્થાન લઈ જતો હોવાનું પોલીસના ધ્યાને આવતા પોલીસે આ ટ્રક ચાલકની અટકાયત કરીને તમામ મજૂરોને પરત મોકલ્યા હતા અને ટ્રક ચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હાલ લોકડાઉનને કારણે મોરબી જિલ્લામાં વસવાટ કરતા બહાર રાજ્યોના હજારો મજૂરો પોતાના વતનમાં પગપાળા ચાલીને જ જઈ રહ્યા છે. આ મુદ્દે સરકાર પણ ગંભીર બન્યું છે. આ રીતે મજૂરો ભીડમાં નીકળતા હોવાથી કોરોના સંક્રમિત થવાનો પુરેપેરો ભય હોવાથી મોરબી જિલ્લા કલેકટરે મજૂરોની હિજરત ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી લઈને કડક કાર્યવાહી કરવાના આદેશો કર્યા છે. આમ છતાં પણ કેટલાક મજૂરોને ગેરકાયદે પોતાના વાહનમાં બેસાડીને જોખમી રીતે તેમના વતન પહોંચાડતા હોવાની બાબત ધ્યાને આવતા પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું.

- text

જેમાં ગઈકાલે 54 મજૂરોને જોખમી રીતે ટ્રકમાં ખીચોખીચ ભરીને રાજસ્થાન લઈ જવાતા હોવાની બાતમી મળતા મોરબી તાલુકા પોલીસની ટીમ અણીયારી ચોકડી પાસે ત્રાટકી હતી અને 54 મજૂરોને જોખમી રીતે ગેરકાયદે બેસાડીને રાજસ્થાન લઈ જતા ટ્રકને પોલીસ અટકાવ્યો હતો અને ઉત્તરપ્રદેશના ટ્રક ચાલક ખુરશીદઅહેમદ બસીરઅહેમદ બનજારા (ઉવ.૩૬)ની અટકાયત કરીને તેમના વિરુદ્ધ કોરોના જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ ટ્રકમાં બેઠેલા મજૂરોને પરત મોકલ્યા હતા.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text