મોરબી : ટીંબડી ગામ નજીક ઓરડીમાં ગળે ફાંસો ખાઈ સગીરાનો આપઘાત

- text


મોરબી : તાલુકા પો.સ્ટે.વિસ્તારમાં આવતા ટીંબડી ગામના પાટિયા નજીક આવેલા એસ.જી.સીરામીક નજીક શ્રમિકો માટે બનાવાયેલી ઓરડીમાં એક સગીરાએ ગળે ફાંસો ખાઈ લીધો હતો. અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવતા સગીરાને હોસ્પિટલ ખસેડાઇ હતી. જ્યાં તેની ડેડબોડી જ પહોંચી હતી. આથી સરકારી હોસ્પિટલ તંત્ર તરફથી જાણ થતાં તા.પો.મથકના પો.હેડ.કોન્સ. જે.એમ.જાડેજાએ હોસ્પિટલ જઈ મૃતકના પરિવારજની પૂછપરછ હાથ ધરી આપઘાત પાછળનું કારણ શોધવા વધુ તપાસ હાથ ધરી છે.

- text