મોરબી : બિનજરૂરી કામે નીકળેલા લોકોના 30થી વધુ બાઇક અને 3 કાર ડિટેઇન

- text


બી ડિવિઝન પોલીસ અને એલસીબી પોલીસે સઘન ચેકિંગ કરીને તવાઈ ઉતારી

મોરબી : મોરબીમાં કોરોનાને લઈને લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન લોકોની બિનજરૂરી કામે નીકળવાની સ્પષ્ટ મનાઈ છે. છતાં પણ અમુક લોકો બિન્ધાસ્ત રીતે બિનજરૂરી કામે નીકળતા હોવાથી પોલીસે પણ તેમની સામે લોકડાઉનના ભંગ બદલ કડક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી બી ડિવિજન પોલીસ અને એલસીબીએ સઘન ચેકિંગ કરીને બિનજરૂરી કામે નીકળેલા લોકોના 30 થી વધુ બાઇક અને ત્રણ કાર ડિટેઇન કરી હતી.

- text

મોરબીમાં લોકડાઉનની ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ જાહેરનામાની પરવા કર્યા વગર અમુક લોકો બિનજરૂરી કામે નીકળવાની મનમાની ચાલવતા હોય પોલીસે આવા લોકો સામે તવાઈ ઉતારી હતી. જેમાં લોકડાઉનના ચુસ્તપણે અમલ માટે મોરબી બી ડિવિઝન પીઆઇ ગઢવી અને એલસીબી પીઆઇ વી.બી.જાડેજા સહિતની પોલીસની ટીમોએ આજે મુખ્યમાર્ગો ઉપર સઘન ચેકિંગ કર્યું હતું. આ દરમિયાન અમુક લોકો કારણ વગર જ શહેરમાં લટાર મારવા નીકળ્યા હોવાનું માલુમ પડતા પોલીસે 30 થી વધુ બાઇકો અને 3 કારને ડિટેઇન કરી હતી. પોલીસે માત્ર એક જ કલાકમાં સપાટો બોલાવીને આ કડક કાર્યવાહી કરી હતી. સાથે સાથે પોલીસે લોકડાઉનના પાલન માટે લોકો સ્વૈચ્છિક રીતે તેમના રહેણાંક મકાનોમાં જ રહે અને કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની અપીલ કરી છે. આમ છતાં પણ લોકો કામ વગર બહાર નીકળતા દેખાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરાશે તેવો જિલ્લા પોલીસવડા કરનરાજ વાઘેલાએ નિર્દેશ આપ્યો છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text