મોરબીના સુન્ની મુસ્લિમ સમાજને ઘેર રહીને જ નમાજ અદા કરવા અપીલ

- text


સૈયદ અબ્દુલરશીદ મીંયાએ સુન્ની મુસ્લિમ જમાત જોગ અપીલ જાહેર કરી 

મોરબી : કોરોના વાઇરસના સંક્રમણથી સ્વંય બચવા અને પરિવારજનોને બચાવવા ઉપરાંત દેશમાં વાયરસ વધુ પ્રમાણમાં ફેલાતો અટકાવવા માટે આવનારી 14 એપ્રિલ સુધી સમગ્ર ભારત લોકડાઉન છે ત્યારે મોરબી સુન્ની મુસ્લિમ બિરાદરો માટે ઘેર રહીને નમાજ અદા કરવા માટે આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે.

મોરબીના નહેરુ ગેટ નજીક સિપાહી મહોલ્લામાં આવેલી મસ્જિદ તરફથી એલાન કરવામાં આવ્યું છે કે, તમામ મસ્જિદોમાં માત્ર ઇમામ, મોઅજ્જીન અને મસ્જિદ કમિટીના 3 સભ્યો જ એકઠા થશે તથા અઝાન અને નમાજ અદા ફરમાવશે. આ સિવાય કોઈ પણ મુસ્લિમ બિરાદર મસ્જિદોમાં નમાજ અદા કરવા બહાર ન નીકળતા ઘેર રહીને જ નમાજ અદા કરશે. ખાસ કરીને જુમ્માની નમાજ પણ ઘેર રહીને જ અદા કરવી. મસ્જિદમાં નિયત કરેલા 3 લોકો જ ખુત્બા અને ફર્જ નમાજ અદા થશે. બાકી તમામ મુસ્લિમ બિરાદર ઝોહરની નમાજ જ અદા કરશે.

- text

અઝાનની ૧૦ મિનિટ બાદ તુરંત ફર્જ નમાજ ઘેર રહીને અદા કરવી. બાકી સુન્નત અને નવાફીલની નમાજ પણ ઘેર રહીને જ અદા કરવાનો નિર્દેશ અપાયો છે. શેરી-ગલીઓમાં ભીડ એકઠી ન કરવી તેમજ ઘેર બેસીને જ નમાજ અદા કરવાનું ફરમાન પણ કરવામાં આવ્યું છે. વઝુ કરી મહોલ્લામાં ૧૦ ગરીબ, જરૂરિયાતમંદોને જમવાની વ્યવસ્થા દરેક બિરાદર કરે તેવી અપીલ પણ કરવામાં આવી છે. કોરોના સામેની લડાઈમાં સૌ બિરાદર સાથ-સહકાર આપે જેથી કરીને મુલ્કને જલ્દીથી આ મહામારીમાંથી છુટકારો મળે એવુ સૈયદ અબ્દુલરશીદ મીંયા હાજી મદનીમીંયા બાપુ શહેર ખતીબ, સુન્ની મુસ્લિમ જમાત મોરબી તરફથી જણાવવામાં આવ્યું છે.

- text