મોરબીમાં લોકડાઉન દરમિયાન પોલીસ સાથે માથાકૂટ કરનાર બાઇક ચાલક સામે ફરજ રુકાવટનો ગુન્હો નોંધાયો

- text


પોલીસે બાઇક ડિટેઇન કરીને ચાલકની અટકાયત કરી તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો

મોરબી : મોરબીના સામાકાંઠે લોકડાઉન દરમિયાન નીકળેલા બાઇક ચાલકને અટકાવતા તે રોષે ભરાઈને પોલીસ સાથે બબાલ કરીને ગાળો ભાંડી હતી. આથી, પોલીસે બાઇક ડિટેઇન કરીને ચાલકની અટકાયત કરી તેની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર બી ડિવિઝનના પોલીસ.કોન્સટેબલ અંબાપ્રતાપસીંહ પ્રવીણસીંહ જાડેજાએ આરોપી ભગીરથસીંહ મહેન્દ્રસીંહ રાઠોડ (ઉ.વ-૨૭ ધંધો-ટ્રાન્સપોર્ટ રહે મહારાણાપ્રતાપ સોસાયટી મોરબી-૨) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૪ના રોજ મોરબી-૨ ગેંડા સર્કલ પાસે તેઓ કોરાના વાયરસ અનુસંધાને ગુજરાત સરકાર લોક ડાઉન બંદોબસ્તમા હોય જે દરમ્યાન આ કામના આરોપી પોતાનુ બુલેટ નંબર-GJ-36-P-5555 વાળુ લઇ નીકળતા રોકી પુછપરછ કરતા આ કામના આરોપીને ધીમે બોલવા કહેતા દેકારો કરવા લાગતા અને ઝપાઝપી કરવા લાગતા તેને સમજાવતા બોલાચાલી કરી ગાળો બોલીને પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરતા તેમનું બાઇક કબ્જે કરી તથા આરોપીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text