મોરબીના વાતાવરણમાં સવારથી અચાનક પલટો : અમુક વિસ્તારોમાં છાંટા પડ્યા

- text


મોરબી : હવામાન વિભાગની આગાહી પ્રમાણે પાછલા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે . તો અમુક વિસ્તારોમાં માવઠું પણ થયું છે. ત્યારે આજે સવારથી મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બપોરે 12 વાગ્યાની આસપાસ અમુક વિસ્તારોમાં છૂટાછવાયા છાંટા પડ્યા છે. ત્યારે ઘડીકમાં ધૂપ તો ઘડીકમાં છાંવ જેવુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

- text