મોરબી જિલ્લાની સરકારી હોસ્પિટલમાં સાંસદ મોહન કુંડારિયા દ્વારા રૂ. 20 લાખની ગ્રાન્ટ ફાળવાઈ

- text


કોરોનાને પહોંચી વળવા માટે હોસ્પિટલો ઉપરાંત એસપી કચેરીને પણ સાધનો ખરીદવા માટે રૂ. 2 લાખની ગ્રાન્ટ ફાળવાઇ

મોરબી : હાલમાં કોરોનાના સંકટને પહોંચી વળવા માટે સરકાર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાની સરકારી હોસ્પિટલોમા સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા કોરોનાના સાધનો ખરીદવા માટે રૂ.20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. હોસ્પિટલો ઉપરાંત મોરબી એસપી કચેરીને પણ જરૂરી સાધનો ખરીદવા માટે રૂ.2 લાખની ગ્રાન્ટ ફાળવાઇ છે.

- text

હાલ કોરોના કહેર વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉનનો માહોલ છે. જોકે સરકાર અને સાંસદો દ્વારા પણ કોરોનાના સંકટને પહોંચી વળવા માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં કોરોના માટેના સાધનો ખરીદવા સાંસદ મોહનભાઇ કુંડારિયા દ્વારા રૂ. 20 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે. રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મોરબી શહેર, મોરબી તાલુકો, વાંકાનેર અને ટંકારા હોસ્પિટલને ફાળવ્યા પાંચ-પાંચ લાખ રૂપિયા મળીને કુલ રૂ. 20 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જે ગ્રાન્ટ મોરબી જિલ્લાની હોસ્પિટલમાં કોરોનાના સંકટને પહોંચી વળવા માટે મહત્વની બની રહેશે. જો કે તેમના દ્વારા રાજકોટ અને મોરબી જિલ્લા માટે કુલ એક કરોડની ગ્રાન્ટ ફાળવાઈ છે. જેમાં મોરબી જિલ્લામાં મોરબી શહેરની સરકારી હોસ્પિટલ માટે રૂ. 5 લાખ, મોરબી તાલુકાના સરકારી દવાખાના માટે રૂ. 5 લાખ, ટંકારા તાલુકાના સરકારી દવાખાના માટે રૂ. 5 લાખ, વાંકાનેર તાલુકાના સરકારી દવાખાનામાં કોરોનાને પહોંચી વળવા જરૂરી સાધન સામગ્રી માટે રૂ. 5 લાખ અને એસપી કચેરીને રૂ. 2 લાખ જરૂરી સાધન સામગ્રી માટે ફાળવ્યા છે.

- text