મોરબી પોલીસની માનવતા : ડાયાલીસીસ કરાવવા જતી મહિલાને પીસીઆર વેનમાં હોસ્પિટલે પહોંચાડી

- text


મોરબી સીટી બી ડીવી. પોલીસનો માનવીય અભિગમ ઉજાગર થયો

મોરબી : આફતના સમયે દરેક સરકારી તંત્ર દિવસ-રાત જોયા વગર નાગરિકોની સેવામાં ખડે પગે રહેતું હોય છે. હાલ કોરોના વાઇરસના ઝળુંબી રહેલા ભય વચ્ચે મોરબી પોલીસના કાર્યને લઈને ચોમેરથી તેમની પ્રશંસા થઈ રહી છે.

કિડનીની બીમારીને લઈને એક મહિલાને સમયાંતરે હોસ્પિટલમાં ડાયાલીસીસ કરાવવા જવું પડતું હોય આજે સવારે લોકડોઉનની સ્થિતિ વચ્ચે તેઓ ખાનગી હોસ્પિટલે જવા તેઓના પુત્ર સાથે બહાર નીકળ્યા હતા. જો કે સર્વત્ર નીરવ શાંતિ વચ્ચે કોઈ વાહન ન મળતા તેઓ પગપાળા ચાલી રહ્યા હતા. એ દરમ્યાન લોકડાઉનના બંદોબસ્તમાં સો-ઓરડી વિસ્તારમાં ફરી રહેલા બી.ડીવી.પો. મથકના મહિલા પો.સબ.ઇન્સ. એન.એ. શુક્લ સહિતના પોલીસકર્મીઓની નજરે માતા-પુત્ર ચડ્યા હતા. તેઓની પૂછપરછ કરતા મહિલાને ડાયાલીસીસ માટે હોસ્પિટલ જવાની હકીકત ઉજાગર થતા જ ઉપરી અધિકારી સાથે વાત કરી મહિલા તથા તેના પુત્રને પીસીઆર વેનમાં હોસ્પિટલ પહોંચાડ્યા હતા.

- text

આમ લોકોની સુરક્ષા માટે દિવસ-રાત સતત ખડે પગે રહી કાયદો કાનૂન વ્યવસ્થા સંભાળતા પોલીસ તંત્રનો સેવાકીય, માનવીય અભિગમ પણ ઉજાગર થયો હતો.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text