મોરબીમાં વધુ એક મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા : કુલ પાંચ શંકાસ્પદ દર્દી આઇસોલેશનમાં દાખલ

- text


સોમવારે કુલ ચાર કોરોનાના શંકાસ્પદ કેસ નોંધાયા બાદ મંગળવારે વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો : રિપોર્ટની જોવાતી રાહ

મોરબી : મોરબીમાં આજે લોકડાઉનની સ્થતી વચ્ચે વધુ એક કોરોનાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં મોરબીના પાનેલી ગામની એક 24 વર્ષની મહિલાને આજે કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને તાકીદે મોરબીની સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મહિલાના સેમ્પલ લઈને રિપોર્ટ માટે જામનગર મોકલાવાની તજવીજ હાથ ધરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આજના નવા કોરોનાના શંકાસ્પદ કેસ સાથે કુલ પાંચ શંકાસ્પદ દર્દીઓના કેસો નોંધાયા છે. જેમના રિપોર્ટ હજુ આવના બાકી છે. અને મોરબીમાં હજુ એક પણ દર્દી પોઝિટિવ નોંધાયો નથી.

મોરબીમાં ગઈકાલે સોમવારે ચાર કોરોના શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેનો રિપોર્ટ આવવાનો હજુ બાકી છે. ત્યારે આજે મંગળવારે મોરબીમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે વધુ એક કોરોનાનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં મોરબીના પાનેલી ગામના એક 24 વર્ષીય મહિલાને આજે કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને તાકીદે મોરબીની સિવિલ હોસ્પિટલમાં આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના આર. એમ.ઓ. ડો.સરડવાએ જણાવ્યું હતું.

- text

આ મહિલા વિદેશ ફરીને આવ્યા નથી. તો પણ કોરોના જેવા શંકાસ્પદ લક્ષણો દેખાતા તકેદારીના ભાગરૂપે તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના સેમલપ લઈને રિપોર્ટ માટે જામનગર મોકલશે. મોરબીમાં કુલ પાંચ કોરોનાના શંકાસ્પદ દર્દી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ છે અને હજુ તેમના રિપોર્ટ આવના બાકી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text