મોરબી : ત્રણ દિવસમાં કોરોનાના જાહેરનામાના ભંગના 50 ગુના નોંધાયા અને 66 વાહનો ડિટેઇન

- text


હોમ-આઇસોલશેન જાહેરનામાના ભંગનો એક ગુનો નોંધાયો

મોરબી : મોરબી જિલ્લામાં કોરોના વાયરસને અંકુશમાં લેવા જિલ્લા કલેકટરે લોકોની સલામતીને ધ્યાને લઈને કોરોના માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાનો પોલીસ દ્વારા ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના જાહેરનામાના ભંગ બદલ જિલ્લામાં 50 દુકાનદારો સામે ગુના નોંધાયા છે અને 66 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. તેમજ હોમ-આઇસોલશેન જાહેરનામાના ભંગનો એક ગુનો નોંધાયો હતો.

- text

મોરબી જિલ્લામાં જનતા કર્ફયુ – લોકડાઉનના જાહેરનામાનો ભંગ તેમજ હોમ આઇસોલશેન કોરોન્ટાઇન ભંગ કરનાર વ્યક્તિઓ સામે જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા ગુન્હા નોંધવામાં આવ્યા હતા. જેમાં તા.21ના રોજ 3 ,તા.22 ના રોજ 16 અને તા.23 ના રોજ 31 સહિત 50 જાહેરનામાના ભંગના અને હોમ આઇસોલશેન ભંગનો તા. 21ના રોજ એક ગુનો નોંધાયો હતો. તેમજ તા.21ના રોજ એક તા.22 ના રોજ 14 અને તા.23 ના રોજ 51 મળીને ત્રણ દિવસમાં 66 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાએ લોકડાઉનની સ્થિતિમાં લોકોને અનિવાર્ય સંજોગોમાં સિવાય ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text