કલબ 36 રેસ્ટોરન્ટને કોરોનાથી કરાયું સંપુર્ણ સુરક્ષિત, મોરબીવાસીઓ નિશ્ચિન્તપણે સ્વાદનો ચટાકો લઈ શકશે

- text


કલબ 36 મલ્ટીપ્લેક્ષ સુરક્ષાને ધ્યાને રાખીને સરકારના આદેશ મુજબ હાલ પૂરતું બંધ કરાયું

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના કલબ 36 રેસ્ટોરન્ટને કોરોનાથી સંપૂર્ણ સુરક્ષિત કરવામાં આવ્યું છે. જેથી મોરબીવાસીઓ અહીં નિશ્ચિન્તપણે સ્વાદનો ચટાકો લઈ શકે છે. વધુમાં અહીં આવેલા કલબ 36 મલ્ટીપ્લેક્ષને સુરક્ષાની દ્રષ્ટિએ સરકારના આદેશ મુજબ હાલ પૂરતું બંધ રાખવામાં આવ્યું છે.

હાલ કોરોનાએ ગુજરાતમાં પણ પગપેસારો કર્યો છે. ત્યારે આરોગ્ય વિભાગે જાહેર કર્યા મુજબ કોરોના વાયરસથી ડરવાની જરૂર નથી. બસ માત્ર સાવધ બનીને કાળજી રાખવાની જરૂર છે. માટે મોરબી- રાજકોટ હાઇવે ઉપર લજાઈ પાસે જોગ આશ્રમની પાછળ આવેલા કલબ 36 રેસ્ટોરન્ટને કોરોનાથી સંપૂર્ણ સુરક્ષીત કરવામાં આવ્યું છે. અહીં સેનેટાઇઝેશર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથો સાથ સફાઈમાં પણ સઘન ચુસ્તતા જાળવવામાં આવી રહી છે. આ ઉપરાંત અહીં આવેલ કલબ 36ને સરકારના આદેશ અનુસાર હાલ પૂરતું બંધ કરાયું છે. જેની સંચાલકો દ્વારા નોંધ લેવાનું જણાવાયું છે.


હમ સ્વસ્થ તો જગ સ્વસ્થ સૂત્રને સાર્થક બનાવીએ અને કોરોનાને ભગાડીએ

કલબ 36 દ્વારા જાહેર જનતા જોગ એક અપીલ કરી છે કે હમ સ્વસ્થ તો જગ સ્વસ્થના આ સૂત્રને સાર્થક કરીને સૌ કોઈએ કોરોનાને ભગાડીએ. તો સૌ નાગરિકોએ પોત- પોતાના સ્વાસ્થ્યની સમાજના હિતને ધ્યાને લઈને કાળજી રાખવી.

- text


વાઇરસના જોખમ વચ્ચે લોકો માટે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ ધન્યવાદને પાત્ર

કલબ 36 દ્વારા જણાવાયું છે કે હાલ કોરોનાનો રીતસરનો કહેર સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. ત્યારે આ વાઇરસનો ગુજરાતમાં પણ પગપેસારો થઈ ગયો છે. આ દરમિયાન આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, વહીવટી વિભાગ, મીડિયા વિભાગ અને પબ્લિક ટ્રાન્સપોર્ટરો વાઇરસની ઝપેટમાં આવવાના જોખમ વચ્ચે લોકો માટે ફરજ બજાવી રહ્યા છે. જેઓ જાહેર જનતાના હિત માટે ખડેપગે રહ્યા છે તેઓનું અમે સન્માન કરીએ છીએ. આ તમામ ધન્યવાદને પાત્ર છે. કલબ 36 ટિમ આ તમામ કર્મચારીઓ અને અધિકારીઓનો આભાર વ્યક્ત છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 23 માર્ચને રવિવારના રોજ જાહેર કરેલા જનતા કરફ્યુને અમે સમર્થન આપીએ છીએ… તમે? : કલબ 36


- text