મોરબી : સેન્ડવીચ કેમ ઠંડી છે તેમ કહી દુકાનદારને માર માર્યો

- text


પોલીસે ફરિયાદ નોંધતાની સાથે જ આરોપીને ઝડપી પાડ્યો

મોરબી : મોરબી નજીક આવેલી દુકાનેથી એક ગ્રાહકે સેન્ડવીચ લઇને ખાધા પછી ઠંડી લાગતા સેન્ડવીચ કેમ ઠંડી છે તેમ કહી ઉશ્કેરાઈ જઈને દુકાનદારને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીને ત્વરિત ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી સીટી બી. ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હીતેષભાઈ મોતીભાઈ રાઠોડ (ઉં.વ.૨૧, રહે.મોરબી-૨, સમર્પણ હોસ્પીટલની પાછળ, ભક્તિનગર સોસાયટી) વાળાએ આરોપી સાગરભાઈ ચમનભાઈ સોલંકી (ઉ.વ. ૨૫ રહે.મોરબી-૨, સમર્પણ હોસ્પીટલની પાછળ, ભક્તિ ટાવર, ભક્તિનગર સોસાયટી) વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૧૫ના રોજ સાડા ત્રણેક વાગ્યાનાં અરસામાં ભક્તિનગર સોસાયટીમા આવેલ ફરિયાદીની અમુલ ડેરી દુકાને આરોપી હાથમા ધોકો લઈ આવી અને સેન્ડવીચ લઈ અડધી ખાધા બાદ સેન્ડવીચ કેમ ઠંડી છે તે બાબતે બોલાચાલી કરી ગાળો આપી આરોપીએ ફરીયાદીને ધોકા વતી માર મારી ડાબા હાથમા ફેકચર જેવી ઈજા કરી હતી. આ બનાવની દુકાનદારે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને તુરંત ઝડપી લીધો હતો.

- text