કોરોના ઇફેક્ટ : મોરબી એસટી ડેપોમાં તમામ બસોનું વોશિંગ કરાયું

- text


એસટી ડેપો મેનેજરે ડ્રાઇવર અને કંડકટરો અને મુસાફરોને કોરોના અંગે સાવચેતીના પગલાંની વિસ્તૃત સમજણ આપી

મોરબી : કોરોના વાયરસને પગલે સાવચેતીના પગલા રૂપે આજે મોરબીના નવા બસ સ્ટેન્ડમાં આવેલ એસટી ડેપોમાં તમામ એસટી બસોનું વોશિંગ કરીને સ્વચ્છ સુઘડ કરાઈ હતી. તેમજ એસટી ડેપો મેનેજરે ડ્રાઇવર અને કંડકટરો અને મુસાફરોને કોરોના અંગે સાવચેતીના પગલાંની વિસ્તૃત સમજણ આપી હતી.

- text

કોરોના વાયરસ કરતા એના કહેરનો આંતક લોકોને વધુ ફફડાવી રહ્યો છે.લોકોમાં કોરોના વાયરસનો ડર એટલી હદે પેસી ગયો છે કે જાહેરમાં જતા ડરી રહ્યા છે. એટલે લોકો કોરોનાથી સલામતીના મુદ્દે ગંભીર છે. તેથી, એસટી મુસાફરી સલામત રહે, તે માટે સાવચેતીના પગલાં લેવાના ભાગરૂપે મોરબીના એસટી ડેપોમાં આજે તમામ એસટી બસોને વ્યવસ્થિત રીતે ધોવામાં આવી હતી અને તમામ બસોના સીટ સહિતના તમામ વિભાગોનું વોશિંગ કરીને સ્વચ્છ સુઘડ કરવામાં આવ્યા હતા. તેમજ એસટી ડેપો મેનેજર દિલીપભાઈ શામળાએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે સાવચેતીના પગલાં રૂપે દરરોજ બસોને ધોવામાં આવશે તેમજ તેમણે કોરોનો વયરસ સામે સાવચેતીના કેવા કેવા પગલાં લેવા તે અંગે ડ્રાઇવર અને કંડકટર અને મુસાફરોને યોગ્ય સમજણ આપી હતી.

- text