મોરબીમાં ગુજકોપ એપની મદદથી પાંચ વર્ષ જુની વાહન ચોરીનો ભેદ ઉકેલાયો, એકની ધરપકડ

- text


મોરબી : મોરબી એસઓજીએ ગુજકોપ પોકેટ કોપ એપની મદદથી તાલુકા પોલીસ મથકની પાંચ વર્ષ જૂની વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો છે. જેમાં વાહન ચેકીંગ દરમિયાન શૈલેષભાઇ હમીરભાઈ ઉ.વ.38 રહે. અરૂણોદય સોસાયટી, ઉમા ટાઉનશીપ સામે, મોરબી-2વાળાની પૂછતાછ કરીને ગુજકોપ પોકેટ કોપ એપનો ઉપયોગ કરતા તેમના કબ્જામાં રહેલું જીજે 03 ઇપી 1668 નંબરનું સ્પ્લેન્ડર બાઇક પાંચ વર્ષ પૂર્વે મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું. જેથી એસઓજીએ શખ્સને તાલુકા પોલીસને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text