મોરબી : કોરોનાના પગલે શાળા- કોલેજો અને ઓફિસો બંધ થવાની વાત માત્ર અફવા

- text


સોશિયલ મીડિયામાં ફેક એડવાઈઝરી વાયરલ, આરોગ્ય સચિવે કર્યું વાતનું ખંડન : મોરબી જિલ્લામાં પણ શાળા કોલેજો રાબેતા મુજબ ચાલશે, ડીઈઓની સ્પષ્ટતા

મોરબી : હાલ ભારતમાં કોરોનાના જોખમને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે. ત્યારે આજે સાંજથી સોશિયલ મીડિયામાં એડવાઈઝરી વાયરલ થઈ છે. જેમાં ગુજરાતમાં શાળા- કોલેજો તથા 10થી વધુ કર્મચારી કામ કરતા હોય તેવી ઓફિસો બંધ રાખવાની સૂચના જાહેર કરવામાં આવી છે. જો કે આ વાતનું ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિએ ખંડન કર્યું છે. જેથી આ એડવાઇઝરી માત્ર અફવા હોવાનું જાહેર થયું છે.

આ એડવાઈઝરીમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને સિક્કિમ રાજ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને શાળા- કોલેજો તેમજ ઓફિસો બંધ ન રાખનારને દૈનિક રૂ. 5 હજારનો દંડ ભોગવવો પડશે તેવુ પણ જણાવવા આવ્યું છે. આજે સાંજથી આ એડવાઈઝરીના આધારે સોશિયલ મીડિયા ઉપર અનેક મેસેજો વાયરલ થઈ રહ્યા છે. જો કે આ એડવાઈઝરીને ખુદ રાજ્યના આરોગ્ય સચિવે સમર્થન આપ્યું ન હોવાથી આ વાત અફવા હોવાનું પુરવાર થયું છે.

- text

બીજી બાજુ મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી બી.એમ.સોલંકી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ઉપરી કક્ષાએથી શાળા કોલેજો બંધ રાખવાની કોઈ સૂચના જિલ્લા શિક્ષણ વિભાગને મળી નથી. માટે મોરબી જિલ્લાની શાળા- કોલેજો રાબેતા મુજબ જ ચાલુ છે.

- text