મોરબીની અર્થવ હોસ્પિટલમાં જુગાર રમતા સાતની અટકાયત

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબીની અર્થવ હોસ્પિટલમાં જુગારનો અખાડો ચાલતું હોવાનું પકડી પાડવામાં આવ્યું છે. જેમાં જુગાર રમતા સાત સખ્સોની અટકાયત કરવામાં આવી છે.

- text

મોરબી સીટી એ ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે અમિતભાઈ જેન્તીભાઈએ પોતાની અર્થવ હોસ્પિટલની ઓફિસમાં બહારથી માણસો બોલાવી, તેઓને જુગાર રમવાના સાધનો પૂરા પાડી જુગારનો અખાડો ચલાવે છે. આ બાતમીના આધારે પોલીસે તે જગ્યા એ રેડ કરતા સાત શખ્સો ગંજી પત્તાના પાના વડે તીન પત્તીનો જુગાર રમી રહ્યા હતા. આથી, પોલીસે અમિતભાઈ જયંતીભાઈ, પિયુષભાઈ જશવંતભાઈ કગથરા, સંજયભાઈ વીરજીભાઈ બોપલીયા, ભાઈલાલભાઈ અંબારામભાઈ શેરસીયા, રાજેન્દ્રભાઈ મગનભાઈ લોરીયા, મહેશભાઈ બાલજીભાઈ સનીયારા તથા જીતેન્દ્રભાઈ માવજીભાઈ બોપલીયા (રહે. બધા મોરબી) વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text