મોરબી : બોર્ડની પરીક્ષામાં હોલ ટીકીટ બરાબર ચેક કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની તાકીદ

- text


માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ મોરબી જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ આપ્યો

મોરબી : રાજ્યની સાથે મોરબી જિલ્લામાં આજથી ધો.10, 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે આ બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ ન થાય તે માટે બોર્ડની પરીક્ષામાં હોલ ટીકીટ વગર વિધાર્થીઓને પરીક્ષા સ્થળમાં પ્રવેશ ન આપવાનો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ મોરબી જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ આપ્યો છે.

- text

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ મોરબી જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર પાઠવીને જણાવ્યું હતું કે ગત તા.15 થી 20 ફેબ્રુઆરી સુધીમાં ધો.10, 12ના વિધાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા માટેની હોલ ટિકટ બોર્ડ દ્વારા ઓનલાઈન ઇસ્યુ કરવામાં આવી હતી. આ હોલ ટિકિટ ડાઉનલોડ કરવા સંદર્ભે આચાર્ય અને વિધાર્થીઓને જે સુચનાઓનું પાલન કરવાનું છે. તેની વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે. ગત તા. 14 ફેબ્રુઆરીના રોજ બાયસેગના માધ્યમથી તમામ શાળાઓને હોલ ટીકીટને સંબધિત વિગતવાર માહિતી આપવામાં આવી છે. જેથી, તે સૂચનાઓનું યોગ્ય રીતે પાલન થાય તે જરૂરી છે. હોલ ટિકિટમાં પરિક્ષાર્થીનો ફોટો અને તેની સહી, વર્ગ શિક્ષકની સહી અને સંબંધિત આચાર્યની સહી સિક્કો કરી સર્ટીફાઈ કરી હોલ ટીકીટ આપવાની છે અને તેને જ અધિકૃત હોલ ટીકીટ ગણાવાની છે. ત્યારે ગઈકાલે જૂનાગઢ પોલીસે બનાવટી હોલ ટીકીટ બનાવનાર એકની ધરપકડ કરી 42 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. તેથી, બનાવટી હોલ ટિકિટના આધારે કોઈ ડમી વિધાર્થીઓ પરીક્ષા સ્થળે પ્રવેશ ન મેળવે અને અધિકૃત વિધાર્થીઓને પ્રવેશ મળે તે અંગે ઘટતી તમામ કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

- text