અપહરણના ગુન્હામાં ૧૦ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મોરબી એસઓજી

- text


મોરબી : પાછલા 10 વર્ષથી અપહરણ ગુન્હામાં નાસતા ફરતા એક આરોપીને ભોગ બનનાર સાથે મોરબી એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)એ બનાસકાંઠાથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

૨૦૧૦ની સાલમાં નારણ ઉર્ફે નરેશ ઉર્ફે નારણો રૂપાભાઈ રાજપૂત (ઉં.વ.૩૪, રહે. ડોડ ગામ, તા. થરાદ, જી. બનાસકાંઠા) મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી એક યુવતીનું અપહરણ કરી ગયો હતો. મોરબી એસઓજીના પો.હેડ.કોન્સ. ફારૂકભાઈ યાકુબભાઈ, પો.કોન્સ. સતિષભાઈ ગરચરને ખાનગી રાહે આરોપી તથા અહરણનો ભોગ બનનાર વિશે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પો.હેડ.કોન્સ. પરેશભાઈ પરમાર સાથે થરાદના ડોડ ગામેથી આરોપી તથા અપહરણનો ભોગ બનનારને ઝડપી પાડ્યા હતા. સીઆરપીસીની કલમ ૪૧(૧) આઈ મુજબ થરાદથી બન્નેની અટકાયત કરી મોરબી લવાયા હતા જ્યાં એસઓજીએ ભોગ બનનારને મોરબી તા.પો.સ્ટે.ને સોંપવામાં આવી હતી જ્યારે આરોપીની વધુ પૂછપરછ કરવા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- text