મોરબી નગરપાલિકામાં બાકી રહેતા વેરાઓ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ

- text


31 માર્ચ પછી 18 ટકા વ્યાજ ઉઘરાવશે પાલિકા 

મોરબી : મોરબી નગરપાલિકાની હદમાં રહેતા મિલકત ધારકો માટે 31 માર્ચ સુધીમાં તેઓની બાકી રહેતા વેરાની રકમ ભરી જવાની મુદત પૂરી થઈ રહી છે. ત્યાર બાદ વેરો ભરવા જનાર આસમીઓ પાસેથી 18 ટકાના દરે વ્યાજ વસૂલવામાં આવશે તેવું પાલિકા તરફથી જાહેર થયું છે. ખાસ કરીને 261 મિલકતધારકો પાસે નગરપાલિકાને એક લાખ રૂપિયા કરતા વધુ રકમનો વેરો લેવાનો થાય છે એ તમામ આસમીઓને વેરો ભરી જવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં 31 માર્ચ પહેલા વેરો ભરપાઈ કરી જવાની તાકીદ કરાઈ છે.

- text

મોરબી પાલિકાની હદમાં રહેતા મિલકત ધારકો માટે તારીખ 31મી માર્ચ 2020ના દિવસ સુધીમાં મિલકત વેરો ભરી જવા તાકીદ કરાઈ છે. 31 માર્ચ બાદ બાકી નીકળતી રકમ પર 18 ટકા લેખે વ્યાજ લેવામાં આવશે. દુકાન, મકાન, ફેકટરી સહિતની મિલકતોનો વેરો ભરવા માટે પાલિકાએ 31 માર્ચની છેલ્લી મુદત આપી છે. વ્યાજના ભારણથી બચવા આસામીઓએ સમયસર વેરા ચુકવણી કરવી એવું પાલિકાની એક યાદીમાં જણાવાયું છે.

- text