હળવદમાં ખનીજ ચોરીના કેસમાં ચાર આરોપીઓને ત્રણ વર્ષની કેદ

- text


વર્ષ 2015માં હળવદ માળીયા હાઇવે પર ગેરકાયદે રેતી ભરેલા ડમ્પર પકડાયાના કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

હળવદ : વર્ષ 2015માં હળવદ માળીયા હાઇવે પર ગેરકાયદે રેતી ભરેલા ડમ્પર પકડાયાના કેસમાં હળવદ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. જેમાં આ ખનિજચોરીના કેસમાં ચાર આરોપીઓને હળવદ કોર્ટે દોષિત ઠેરવી આ ચારેયને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી.

- text

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.1/6/2015 ના રોજ હળવદ પોલીસ સ્ટાફ હળવદ માળીયા હાઇવે પર ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થયેલા બે રેતી ભરેલા ડમ્પરમાં રેતી બિનઅધિકૃત હોવાનું માલુમ પડતા હળવદ પોલીસે આ બન્ને રેતી ભરેલા ડમ્પર સિઝ કર્યા હતા. બાદમાં આ બનાવ અંગે ખાણખનીજ વિભાગે ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે જે તે સમયે ધોરણસરની કાર્યવાહી કરી હતી. દરમિયાન આ રેતી ચોરીનો કેસ પી.ડી.જેઠવા સાહેબ એડી.ચીફ.જ્યૂડી.ની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી.પક્ષે રજૂ થયેલા 9 મૌખિક અને 8 દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી વકીલ એ.પી.માલવણીયાની ધારદાર દલીલોના આધારે ચારેય આરોપીઓ નીતિનભાઈ ધનજીભાઈ કોળી, અરવિંદભાઈ બળદેવભાઈ પટેલ, રમેશભાઈ અરજણભાઈ, બળદેવભાઈ માલાભાઈ રબારીને દોષિત ઠેરવી આ ચારેયને 3 વર્ષની સજા અને રૂ. 15 હજારનો દંડ ફટકાર્યો છે.

- text