હળવદ : લગ્ન પ્રસંગમાં સ્વચ્છતા, વ્યસન મુક્તિ, પર્યાવરણ બચાવોનો સંદેશ અપાશે

- text


હળવદના ઘનાળા ગામે કાલે યોજાનાર લગ્ન પ્રસંગમાં સામાજિક સંદેશ આપવાની નવતર પહેલ

હળવદ : લગ્ન પ્રસંગએ દરેકના જીવનમાં યાદગાર મનાય છે. પણ આ લગ્ન પ્રસંગમાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સારા વિચારોની સુવાસ ફેલાવવામાં આવે તો લગ્ન પ્રસંગ પ્રેરણાદાયી બની રહે છે. હળવદના મકવાણા પરિવારે આ દિશામાં નવતર પહેલ કરી છે. જેમાં આવતીકાલે હળવદના ધનાળા ગામે યુગલના યોજાનાર લગ્ન પ્રસંગમાં સ્વચ્છતા, વ્યસન મુક્તિ, પર્યાવરણ બચાવોનો સંદેશ અપાશે. જેમાં આ પ્રકારના લગ્ન પ્રસંગમાં સૂત્રો લગાવીને લોકોને ભારતીય સંસ્કૃતિના સાચા નૈતિક મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સુંદર હકારાત્મક પ્રયાસ કરાશે.

હળવદના સાપકડા ગામે રહેતા ગોવિંદભાઈ ખોડાભાઈ મકવાણાના પુત્ર જયદીપના લગ્ન હળવદના કૃષ્ણનગર (ઘનાળા) ગામે રહેતા રવજીભાઈ નારાયણભાઈ સોનાગ્રાના પુત્રી કોમલ સાથે આવતીકાલ તા. 27ના રોજ ગુરુવારે હળવદના ઘનાળા ગામે યોજાશે. ત્યારે આ યુગલના લગ્ન પ્રસંગમાં આવતા સગા-સંબંધીઓ સહિતના લોકો સારા વિચારો ગ્રહણ કરે તે માટે યુગલના પરિવારે નવતર પહેલ કરી છે અને લગ્ન સ્થળે સામાજિક સૂત્રો લગાવામાં આવ્યા છે. જેમ કે સ્વચ્છ ભારત, વ્યસનથી દુર રહો, બેટી બચાવો બેટી પઢાવો, વૃક્ષો વાવી પર્યાવરણ બચાવો, માતા પિતાની સેવા કરો એવા ઘણા બધા સૂત્રોથી સમાજને લગ્ન પ્રસંગે દેશની સ્વચ્છતા, પર્યાવરણ લગતા સામાજિક ઉપદેશ આપવામાં આવ્યો છે.

- text

આ પરિવારે જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ વધ્યું છે અને ભારતીય સંસ્કૃતિ વિસરાઈ રહી છે. ખરેખર લોકો ભારતીય સંસ્કૃતિના સાચા નૈતિક મૂલ્યો જીવનમાં ઉતારે તો તેમનું જીવન બાગ બાગ બની જાય એમ છે. આથી, લગ્ન પ્રસંગમાં લોકો સારા વિચારો અનુસરે તે માટે આ તમામ સૂત્રો લગાવીને લોકોને એક સારો સામાજિક સંદેશ આપવાનો હકારાત્મક પ્રયાસ કરાયો છે.

- text