મોરબી : રાષ્ટ્રીય કૃમિનાશક દિવસે અઢી લાખ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવાશે

- text


1 થી 19 વર્ષની ઉંમરના બાળકોને કૃમિ સામે રક્ષણ આપવામાં આવશે

મોરબી : આવતીકાલે તા. 27 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસના ભાગરૂપે મોરબી જિલ્લાના 1 વર્ષથી 19 વર્ષ સુધીની વયના અંદાજિત 2.5 લાખ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવાનું આયોજન કરેલ છે.

આ કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લાના 768 પ્રાથમિક શાળાઓ, 214 માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, 837 આંગણવાડી તેમજ 24 અન્ય સંસ્થાઓ મળી કુલ 1843 સંસ્થાઓના 2.5 લાખ બાળકોને તેમજ શાળા કે આંગણવાડીમાં નોંધાયેલ ન હોય અને 1 થી 19 વર્ષની વય ધરાવતા હોય, તેને પણ આ કૃમિનાશક (આલ્બેન્ડાઝોલ) ગોળી ખવડાવી કૃમિ સામે રક્ષણ આપવા આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ, આરોગ્ય અધિકારીઓ, આંગણવાડી વર્કર બહેનો, હેલ્પર બહેનો, આશા બહેનોને કામગીરી સોંપવામાં આવેલ છે.

મોરબી જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ યાદીમાં જણાવ્યું છે કે ખાસ કરીને આ ગોળી વર્ષમાં બે વાર ખાવાથી બાળકોમાં જે લોહીની ઉણપો હોય છે. તેમાં સુધારો થાય છે. પોષણ સ્ટાર સુધરે છે. તેમજ સ્કૂલ અને આંગણવાડીમાં હાજરી અને ગ્રહણશક્તિ સુધારવામાં મદદરૂપ થાય છે. તેમજ ભવિષ્યમાં કાર્યક્ષમતા અને જીવનદરમાં વૃદ્ધિ થાય છે.

- text

આ ઉપરાંત, વાતાવરણમાં કૃમિની સંખ્યા ઓછી હોવાથી તમામ બાળકોને કૃમિનાશક દવા નજીકની શાળા અને આંગણવાડી પર જઈ ખવડાવવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા દ્વારા બાળકોના વાલીઓને અપીલ કરવામાં આવી છે. વધુમાં, આ કાર્યક્રમમાં ગોળી ખવડાવવામાં બાકી રહી ગયેલ બાળકોને તા. 3 માર્ચના રોજ મોપઅપ રાઉન્ડના દિવસે શાળા તથા આંગણવાડીમાં જઈ આ કૃષિનાશક ગોળી ખવડાવી અને બાળકોને કૃમિ સામે રક્ષણ અપાવવું, તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- text