કોરોના વાયરસનો કહેર ક્લોક ઇન્ડસ્ટ્રીઝમાં વર્તાયો : પાર્ટ્સમાં ભાવ વધારો

- text


મોરબી : ચાઇનામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની અસર વૈશ્વિક લેવલે તમામ ક્ષેત્રમાં વર્તાઈ રહી છે. વિશ્વના લગભગ 8થી 10 દેશોમાં કોરોના વાયરસની અસર થઈ છે. ઇકોનોમિક્સ ટાઈમ્સમાં છપાયેલા એક અગેવાલ મુજબ આરોગ્ય ક્ષેત્ર ઉપરાંત ઔધોગિક ક્ષેત્રે પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ચીનથી આયાત થતા કાચા માલની દરેક દેશોમાં અછત વર્તાવવાની શરૂઆત થઈ છે. જ્યારે ઘણી કાચી ચીજ વસ્તુઓના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. ત્યારે મોરબીના વિશ્વ વિખ્યાત ઘડિયાર ઉધોગ પર પણ તેની અસર વર્તાવવાની શરૂઆત થઈ ચૂકી છે.

ઘડિયારમાં વપરાતા મુખ્ય પાર્ટ એવા ક્લોક મુવમેન્ટની ચીનથી મોટા પ્રમાણમાં આયાત થાય છે. પાછલા 15 દિવસ દરમ્યાન તેના ભાવમાં 15થી 20 ટકાનો ઉછાળો આવ્યો છે. અલબત્ત ઉધોગના જાણકારો જણાવે છે કે આવનારા દિવસોમાં ક્લોક મુવમેન્ટની અછત વર્તાવવાના ભયે ક્લોક મેન્યુફેક્ચરો માલનો સ્ટોક કરી રહ્યા હોવાથી માંગમાં કૃત્રિમ ઉછાળો આવવાથી આ ભાવ વધારો થયો છે.

- text

ઇકોનોમિક્સ ટાઈમ્સના ગુજરાતી સંસ્કરણમાં વધુમાં જણાવાયુ છે કેચાઇનાથી નવા શિપમેન્ટ આવતા અટકી ગયા છે. જો કે સ્થાનિક સ્તરે જેટલા ક્લોક મુવમેન્ટ બની રહ્યા છે તેનાથી થોડો સમય કામ ચાલી શકે તેમ છે. પણ ચાઇનાની કોરોના કટોકટીને કારણે ત્યાંથી જે નિકાસ બંધ થઈ છે તેનો સીધો ફાયદો સ્થાનીય ઉત્પાદકોને નહિ મળે કેમકે અંતરરાષ્ટ્રી માંગ પ્રમાણે વધુ ઉત્પાદન તત્કાલ શક્ય બને એવુ નથી. આથી નિકાસના ઓર્ડરોને મોરબીના ઉધોગકારો પહોંચી વળે એવી કોઈ શકયતા નથી દર્શાઈ રહી. મોરબીનો ઘડિયાર ઉધોગ લગભગ એક લાખ યુનિટનું દૈનિક ઉત્પાદન ધરાવે છે. જે ભારતના કુલ ઘડિયાર ઉત્પાદનનું લગભગ 80થી 90 ટકા છે. મોરબીમાં નાના મોટા મળીને આશરે 125 જેટલા ઘડિયારના ઉત્પાદકો છે.

ઘડિયાર ઉધોગના અગ્રણી અજંતા-ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલે જણાવ્યુ હતુ કે ચીનમાં નવા વર્ષની શરૂઆતને લઈને સ્થાનિકોએ ક્લોક મુવનેન્ટનો સ્ટોક કરી રાખ્યો હતો આથી ફેબ્રુઆરીના અંત સુધી કોઈ સમસ્યા આવે તેમ નથી પરંતુ અનેક લોકોએ ભાવ વધારો કર્યો છે અલબત્ત ઘડિયારના ભાવમાં હાલ કોઈ વધારો કરાયો નથી. છેલ્લે જાણવા મળતી વિગતો મુજબ ચીનમાં ક્લોક મુવમેન્ટનું ઉત્પાદન શરૂ થઈ રહ્યું છે આથી ફેબ્રુઆરીના અંત સુધીમાં શિપમેન્ટ શરૂ થવાની શક્યતાઓ જોવાઇ રહી છે.

- text